ઉત્તર પ્રદેશ : મોલના ત્રીજા માળેથી કૂદીને મહિલાએ કરી આત્મહત્યા, છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો
ઉત્તર પ્રદેશના નોઈડામાં એક મહિલાએ જીઆઈપી મોલના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. અહેવાલો અનુસાર, મહિલા બુધવારે રાત્રે સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત GIP મોલમાં મુલાકાત કરવા આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આકાંક્ષા સૂદ નામની મહિલાએ અચાનક મોલના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મહિલાના લગ્ન 2017માં થયા હતા અને તેનો તેના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો.
છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો‘
ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે મહિલા પોતાનો મોબાઈલ ફોન ઘરે મૂકી ગઈ હતી. ઘટના વિશે માહિતી આપતા ડીસીપી રામ બદન સિંહે જણાવ્યું હતું કે, ‘ગત રાત્રે 9:30 વાગ્યા પછી, એક મહિલાએ GIP મોલના ગેટ નંબર 3 પાસે ફાયર એક્ઝિટ સીડી પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. મહિલા પાસેથી મળી આવેલા આધાર કાર્ડ અને પાનકાર્ડ પરથી જાણવા મળ્યું કે તે કરાવલ નગરની રહેવાસી છે. તેના ભાઈ અને ભાભીએ જણાવ્યું કે તેના લગ્ન 2017માં થયા હતા અને તેના છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. તે હંમેશા તણાવમાં રહેતી હતી અને તે તણાવને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
Tags going mall suicide uttar pradesh woman