અમેરિકી રાષ્ટ્રપતિના ભારત ઉપર આકરા પ્રહાર, જળવાયુ પરિવર્તનની લડાઈમાં આ ત્રણ દેશોના રેકોર્ડ ખરાબ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોના મહામારી વચ્ચે અમેરિકામાં થનારા રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને પ્રચારો જોરશોરથી ચાલી રહ્યાં છે. શુક્રવારે થયેલી પ્રેસિડેન્શીયલ ડિબેટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોટર્સને લોભાવવા માટે દરેક પ્રકારની કોશિશ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્શીયલ ડિબેટમાં કહેવામાં આવ્યું કે, અમારી પાસે કોરોના વાયરસની એક રસી આવનારી છે. તેણે કહ્યું કે, હું હોસ્પિટલમાં હતો ત્યારે તે મારી પાસે હતી. પ્રેસિડેન્શીયલ ડિબેટ દરમયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો ઉલ્લેખ પણ કર્યો હતો.

જળવાયુ પરિવર્તનને લઈ ભારત ઉપર સાધ્યું નિશાન

ટ્રમ્પે કહ્યું હતું કે, જળવાયુ પરિવર્તનને લઈને લડાઈમાં ભારત, રશિયા અને ચીનનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. આ દરમયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અમેરિકામાં સૌથી ઓછું કાર્બન ઉત્સર્જન થાય છે. ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે નોર્થ કોરિયાને લઈને જોરદાર ચર્ચા થઈ હતી. ટ્રમ્પે કહ્યું હતું કે અમે નોર્થ કોરિયાની સાથે યુદ્ધ જેવી સ્થિતિમાં નથી. અમારા તેની સાથે સારા સંબંધો છે. તો તેના ઉપર બાઈડેને પલટવાર કર્યો હતો. તેણે કહ્યું કે,હિટલરે યુરોપ ઉપર હૂમલો કર્યો તે પહેલા તેના પણ અમારા સાથે સારા સંબંધો હતા.

વેક્સિનને લઈને એક બીજા ઉપર હૂમલો

ડિબેટમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અમેરિકાની પાસે જલ્દી જ કોરોના વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. જ્યારે બાઈડેને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પની પાસે કોવિડ-19થી લડવા માટે કોઈ પ્લાન નથી. બાઈડેને કહ્યું કે, કોવિડ-19થી થયેલા મોતના જવાબદાર શખ્સે રાષ્ટ્રપતિ બની રહેવું જોઈએ નહીં, તેણે કહ્યું કે, તે સુનિશ્ચિત કરશે કે દરેક લોકો માસ્ક પહેરે અને રેપિડ ટેસ્ટીંગ કરવામાં આવે.

કોરોના વાયરસને ગણાવી ચીનની ભૂલ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ન્યુયોર્ક ભૂતીયા શહેરમાં બદલાઈ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે દેશને બંધ કરી શકતા નથી. જો આવું થશે તો દેશના લોકો આત્મહત્યા કરવાનું શરૂ કરી દેશે. કોરોના વાયરસથી અમેરિકામાં થયેલા મોત ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ મારી ભૂલ નથી. તે જો બાઈડેનની પણ ભૂલ નથી. આ ચીનની ભૂલ છે જે અમેરિકામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.