મણિપુરમાં હોબાળો, મહિલાઓ સાથે દુષ્કર્મ કરનાર આરોપીનાં ઘરમાં આગ ચાંપી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ બે મહિલાઓ સાથે જાહેરમાં દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપીના ઘરને તેના જ ગ્રામજનોએ આગ લગાવી દીધી હતી. મણિપુરનો વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં આ ઘટના સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે, જ્યારે હવે આરોપીના જ સમુદાયના લોકો પણ ખુલ્લેઆમ આરોપીનો વિરોધ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં,  બે મહિલાઓને નગ્ન કરીને જાહેરમાં ક્રૂરતા કરનારા ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાંથી મુખ્ય આરોપી હુરેમ હેરોદાસ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હેરોદના ઘરની પડોશમાં રહેતા લોકોને આ વાતની જાણ થતાં તેઓ તેના ઘરને સળગાવવા પહોંચ્યા. મળતી માહિતી મુજબ, આરોપીનું ઘર નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં છે, જ્યાં ગુરુવારે સાંજે તેના પડોશીઓની ભીડ એકઠી થઈ અને તેણે તેના ઘરને આગ લગાવી દીધી.

બે દિવસ પહેલા વાયરલ થયેલા વીડિયોમાં હેરોદાસ બે મહિલાઓ સાથે ક્રૂરતા આચરતો જોવા મળ્યો હતો. હવે તેના ઘરને આગ લગાડનારાઓમાં મોટાભાગની મહિલાઓ પણ છે. તે મહિલાઓનું કહેવું છે કે તેઓ મેતાઈ સમુદાયની હોવા છતાં પણ તેઓ આ પ્રકારની ક્રૂરતાનું સમર્થન કરતી નથી.

3 મેના રોજ, મણિપુરમાં મેટાઈ અને કુકી સમુદાયો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા. હિંસામાં ઘણા લોકોના મોત થયા હતા. બીજી તરફ બીજા દિવસે એટલે કે 4 મેના રોજ મેટાઈ સમુદાયના ટોળા દ્વારા કુકી સમાજની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ગામની આસપાસ પરેડ કરવામાં આવી હતી અને તોડફોડ કરી હતી. બે મહિના પછી જ્યારે આ ક્રૂરતાનો વીડિયો વાયરલ થયો ત્યારે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. દેશભરમાં વધી રહેલા રોષ બાદ આ મામલે પોલીસની કાર્યવાહી પણ વધી અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.