ટાયફૂન ક્રેથોનની અસર તાઈવાનમાં દેખાઈ, 2 ના મોત; 100થી વધુ લોકો ઘાયલ
તાઇવાનમાં વાવાઝોડાની આશંકા વચ્ચે જોરદાર પવન અને મુશળધાર વરસાદને કારણે બે લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. તોફાનની અસરને કારણે નીચાણવાળા અને પહાડી વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાઇવાનના સેન્ટ્રલ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે અહેવાલ આપ્યો છે કે ટાયફૂન ક્રેથોનની અસરને કારણે બદલાયેલી હવામાન પરિસ્થિતિઓને કારણે ઓછામાં ઓછા 102 લોકો ઘાયલ થયા છે અને બે મૃત્યુ પામ્યા છે. પૂર્વીય શહેર હુઆલીનમાં ઝાડ કાપતી વખતે સીડી પરથી પડી જતાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું, જ્યારે તાઈતુંગ કાઉન્ટીમાં ચાલતા વાહન પર પથ્થર પડતાં અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અન્ય બે ગુમ છે.
તીવ્ર પવનની અપેક્ષા
સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશન અનુસાર, 209 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડું ગુરુવારે તાઈવાનના ગીચ વસ્તીવાળા પશ્ચિમ કિનારે પહોંચવાની ધારણા છે. તાઇવાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સૌથી મજબૂત પવનની અપેક્ષા છે. છેલ્લા ચાર દિવસમાં દરિયાકાંઠાના તાઈતુંગ કાઉન્ટીમાં ઓછામાં ઓછો 128 સેમી અને મુખ્ય બંદર શહેર કાઓહસુંગમાં 43 સેમી વરસાદ પડ્યો છે.
Tags 100 people 2 dead injured