કર્ણાટકમાં ઓમિક્રોનના બે દર્દી મળ્યા, 5 ગણો ખતરનાક

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ મળ્યા છે. આ બંને દર્દીઓ કર્ણાટકના રહેવાસી છે. આ પૈકીના એક ઉંમર 46 વર્ષ અને બીજાની ઉંમર 66 વર્ષ છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે દિલ્હીમાં ઓમિક્રોનના જોખમી દેશોમાંથી વધુ 4 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ગુરુવારે આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાવવાની શક્યતા છે. હવે ઓમિક્રોનના 29 દેશોમાં 373 કેસ મળ્યા છે.

તેમને લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવે છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દર જૈને કહ્યું કે વિદેશથી આવતા દરેક યાત્રીએ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.