દારૂ સપ્લાય કરનારા બિહારના બે હાઈપ્રોફાઈલ માફિયાની ગુવાહાટીથી ધરપકડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બિહાર પોલીસના પ્રોહિબિશન યુનિટે દારૂબંધીને લગતા મામલામાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. ટીમે આસામના ગુવાહાટીમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં દરોડા પાડીને લિકર કિંગ સુનિલ ભારદ્વાજ ઉર્ફે સુનીલ શર્મા અને તેના પાર્ટનર દોરજી ફુન્સો કરીમીની ધરપકડ કરી છે. બંનેના નામે હરિયાણા, ગોવા, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં અડધો ડઝનથી વધુ દારૂ અને સ્પિરિટની ફેક્ટરીઓ છે જેનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. આ ઉપરાંત બંને ઘણી કંપનીઓના માલિક છે જેની ઓફિસ નવી દિલ્હીના કનોટ પ્લેસમાં પણ છે.
પ્રોહિબિશન યુનિટના ડીએસપી અભિજિત કુમાર સિંહે જણાવ્યું હતું કે, બંને દારૂબંધી બાદથી બિહારમાં ગેરકાયદેસર દારૂની સપ્લાયમાં સામેલ છે. સુનીલ અને દોરજી તેમની ફેક્ટરીમાં બનેલો દારૂ બિહારના ગેરકાયદેસર ધંધાર્થીઓને પહોંચાડતા હતા. ગ્રેટર નોઈડા સિવાય બિહારના જુદા જુદા જિલ્લાના 20 પોલીસ સ્ટેશનોમાં એક્સાઈઝ પોલીસી હેઠળ બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. બિહારમાં દારૂના આ બંને માફિયાઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 22 કેસ નોંધાયા હતા.
ગયા વર્ષે માર્ચમાં ઔરંગાબાદના અંબા જિલ્લામાં પકડાયેલા દારૂના કન્સાઈનમેન્ટ કેસની તપાસમાં સુનીલ ભારદ્વાજનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ લગભગ દોઢ વર્ષ સુધી પોલીસે બંને વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કર્યા બાદ કોર્ટમાંથી વોરંટ મેળવ્યું હતું. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, બંને દારૂ માફિયાઓ ગુવાહાટીની એક હોટલમાં છે. ત્યારબાદ સ્પેશિયલ ટીમ ગુવાહાટી ગઈ હતી જ્યાંથી હોટલમાં દરોડા પાડીને બંનેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ કોર્ટમાંથી રિમાન્ડ લઈને બિહાર પોલીસની ટીમ પટના પહોંચી જ્યાં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુનીલ મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના નવા ગામનો વતની છે અને હાલમાં સેક્ટર ઈટા એકમાં સી-71માં રહે છે. સુનીલે ભારત સિવાય દુબઈમાં પણ ઘણું રોકાણ કર્યું છે અને તેને મોંઘી લક્ઝરી ગોડીઓનો શોખ છે. વર્ષ 2021ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સુનીલે બુલંદશહરની શ્યાના સીટથી બહુજન સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી જેમાં તેનો પરાજય થયો હતો. આટલું જ નહીં તેઓ સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમની ટેલિકોમ એડવાઈઝરી કમિટીના સભ્ય પણ છે. લિકર માફિયા સુનીલનો પાર્ટનર દોરજી ફુન્સો કરીમી અરુણાચલ પ્રદેશના ઈટાનગર ઝૂ રોડ સાંગલો પટુંગ કોલોનીનો રહેવાસી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.