રાજસ્થાનના લાખો વાલીઓને ઝટકો, કોરોનાકાળ દરમિયાન પૂરેપૂરી ફી વસૂલવા સુપ્રીમની પરવાનગી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ છ મહિનાના હપ્તે ફી લઈ શકશે: જો કોઈ વાલી ફી ન ભરી શકે તો તેને કાઢી શકાશે નહીં કે ન તો પરિણામ અટકાવી શકાય

સુપ્રીમ કોર્ટ તરફથી આવેલો એક ચુકાદો રાજસ્થાનના લાખો વાલીઓ માટે ઝટકો લાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે રાજસ્થાનની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોના મેનેજમેન્ટને પરવાનગી આપી છે કે તેઓ 2019-20ના લોકડાઉન દરમિયાનની 100 ટકા ફી 5 માર્ચ 2021થી 6 માસિક હપ્તામાં વસૂલ કરી શકશે. સુપ્રીમ કોર્ટની ડબલ બેન્ચે કહ્યું કે સ્કૂલ ફીનું ચૂકવણું ન કરવાના આધાર પર વિદ્યાર્થીઓને ન તો કાઢી શકાશે અને ન તો તેના પરિક્ષા પરીણામ રોકી શકાશે. આ ચુકાદો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્ર્વરીની પીઠે આપ્યો છે.

ભારતીય વિદ્યા ભવન, એસએમએસ તેમજ અન્ય સ્કૂલોની અપીલ પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના એ ચુકાદા ઉપર પણ રોક લગાવી દીધી જેમાં મેનેજમેન્ટને માત્ર 60થી 70 ટકા ટયુશન ફી એકત્ર કરવાની પરવાનગી અપાઈ હતી. સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં આ વ્યવસ્થા ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી સુપ્રીમ આ મામલે આગળની સુનાવણી ન કરે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે હપ્તાની વ્યવસ્થા 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે લાગુ રહેશે.

કોર્ટે રાજસ્થાન સરકારને આદેશ આપ્યો છે કે તે એક મહિનાની અંદર સ્કૂલોને બાકી રકમનું ચૂકવણું કરે જે પ્રાઈવેટ સ્કૂલો દ્વારા 25 ટકા ઈડબલ્યુએસ વિદ્યાર્થીઓને આરટીઈ કાયદા હેઠળ ભણાવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.