Indian Railwayની કાયાપલટ કરતો મોદી સરકારનો National Rail Plan તૈયાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતીય રેલવેની કાયાપલટ કરતો મોદી સરકારનો નેશનલ રેલ પ્લાન તૈયાર થઈ ગયો છે. રેલ મંત્રાલય આજે સાંજે તેનો ડ્રાફ્ટ રજૂ કરશે. નેશનલ રેલ પ્લાનમાં સંપૂર્ણ ભારતીય રેલેવનું ઇન્ફ્રાસ્ટ્રક્ટર બદલવાનો પ્લાન છે. તેના અંતર્ગત નવી બુલેટ ટ્રેન પરિયોજનાઓથી લઇને સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવાની યોજના છે.

નેશનલ રેલ પ્લાન અંતર્ગત થશે આ ફેરફાર

ભારતીય રેલવેના નેશનલ રેલ પ્લાન અંતર્ગત વર્ષ 2030 સુધી નવી બુલેટ ટ્રેન યોજનાઓથી લઇને સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવાની યોજના છે. આ ઉપરાંત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિશ્વ સ્તર પર તૈયાર કરવાનું ટેમ્પલેટ તૈયાર કરવામાં આવ્યું છે. રેલવેનું માનીએ તો મોદી સરકાર નેશનલ રેલ પ્લાન દેશમાં રેલવેની કાયાપલટ કરશે.

2050 સુધી જરૂરીયાતો પર ડ્રાફ્ટ તૈયાર

રેલવે બોર્ડ ચેરમેન વિનોદ કુમાર યાદવના જણાવ્યા અનુસાર, જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં તમામ લોકો પાસેથી સજેશન માંગવામાં આવી રહ્યા છે અને આ પ્લાનમાં 2050 સુધી રેલવેની કઈ કઈ જરૂરિયાત હશે, તેને ધ્યાનમાં રાખી રેલવેને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું ટેમ્પલેટ તૈયાર કરવામાં આવ્યું છે.

વેટિંગ ટિકિટ દૂર કરવાનો પ્લાન તૈયાર

રેલવે બોર્ડ ચેરમેન વીકે યાદવના જણાવ્યા અનુસાર રેલવેએ વેટિંગ ટિકિટદૂર કરવાનો પ્લાન પણ તૈયાર કર્યો છે. જો કે, હજી કોરોના કાળમાં રેલવે જે પણ 1089 ટેન ચલાવી રહી છે, તેમાંથી 30થી 40 ટકા ટ્રેનમાં હજી પણ ઘણી ઓછી ઓક્યુપેન્સી પર ચાલી રહી છે. રેલવે તમામ રૂટ પર ચોક્કસ નજર રાખી રહી છે. જ્યાં પેસેન્જરની વધારે ડિમાન્ડ રહે છે ત્યાં અથવા તો અમે ક્લોન ટ્રેન ચલાવી રહ્યાં છે અથવા આ રૂટ પર તમામ ગાડીઓ વધારી રહ્યાં છે. કોરોનાને જોતા ધીરે ધીરે ટ્રનોને રાબેતા મૂજબ શરૂ કરવામાં આવી રહી છે.

કોરોના કાળમાં રેલવેને મોટું નુકસાન

રેલવે બોર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર રેલવે પેસેન્જર ટ્રોનોની આવકમાં મોટું નુકસાન થયું છે. ગત વર્ષ 53 હજાર કરોડ રૂપિયાની પેસેન્જર ટ્રેનો દ્વારા આવક થઈ હતી. જે આ વખતે માત્ર 4500 કરોડ રૂપિયાની આવાક થઈ છે. પેસેન્જર ટ્રેનોની આવકમાં 87 ટકા ઘટાડો આવ્યો છે. ત્યારે માલ ભાડાથી 9000 કરોડથી ઓછી રેવેન્યૂ રેલવેને આવી છે. કોરોના કાળને કારણે આ વર્ષે ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. કેમ કે, મોટાભાગની પેસેન્જર ટ્રેનો બંધ રહી અને માલ ગાડી પણ લોકડાઉનમાં ખુબજ વધારે પ્રભાવિત છે.

માલ ગાડીમાં યોગદાન વધારવાનો લક્ષ્યાંક
રેલવે બોર્ડ ચેરમેને જણાવ્યું કે, દેશભરમાં ચાલતી માલ ગાડીનો 27 ટકા યોગદાન રેલવેનો છે. બાકી સામાન માર્ગ અને બીજા અન્ય સાધનોથી થાય છે. રેલવેનો ઈરાદો માલ ગાડીમાં રેલવેની ભાગીદારી વધારવાનો છે. નેશનલ રેલવે પ્લાન (National Rail Plan) અંતર્ગત વર્ષ 2030 સુધી માલ ગાડીમાં રેલવેની ભાગીદારી વધારી 45 ટકા કરવાનો લક્ષ્યાંક છે. તેના માટે રેલવે ઝડપથી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર પણ તૈયારી કરી રહી છે. જેનાથી વધાર માલસામાનને નિર્ધારીત સમય પર દેશભરમાં પહોંચાડી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.