દુર્ઘટના: સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર વધુ એક ઘટના, 100 ફૂટ ઊંચાઈએથી ગર્ડર મશીન પડતા 16 લોકોના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે. આ ઘટના મુંબઈ નજીકના થાણે જિલ્લાની છે. NDRF ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

શાહપુર પોલીસે જણાવ્યું કે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાનું નિર્માણ થઈ રહ્યું છે. દરમિયાન મંગળવારે વહેલી સવારે શાહપુર નજીક એક ગર્ડર લોન્ચિંગ મશીન પડી ગયું, જેના કારણે 16 લોકોના મોત થયા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યું કે એમ્બ્યુલન્સ અને રહેવાસીઓની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યારે, મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં ખસેડવામાં આવ્યા છે. જેસીબી અને રેસ્ક્યુ ટીમે ચાર્જ સંભાળી લીધો છે અને સ્થળને ખાલી કરાવવામાં આવી રહ્યું છે.

એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું કે થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં એક પુલના સ્લેબ પર ક્રેન પડી હતી. NDRFની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ છે. આશંકા છે કે હજુ પણ છ લોકો ગર્ડર નીચે ફસાયેલા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.