આવતીકાલે PM મોદી કરશે સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન, જાણો શું છે પુલની ખાસીયતો?

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશનો સૌથી લાંબો અને આધુનિક દરિયાઈ પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેનું ઉદ્ઘાટન 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. મુંબઈથી નવી મુંબઈને જોડતો આ પુલ દેશનો સૌથી મોટો દરિયાઈ પુલ છે જે 22 કિલોમીટર લાંબો છે. આ સાથે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર આસાનીથી કવર થઈ જશે. આ બ્રિજની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની નીચેથી દુનિયાનું સૌથી મોટું કાર્ગો જહાજ પસાર થઈ શકે છે. હવે આ પુલનું પૂરું નામ જાણીએ. આ પુલનું પૂરું નામ છે- અટલ બિહારી વાજપેયી શિવડી ન્વાશેવા અટલ સેતુ છે. મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે MTHL, અટલ સેતુનું ઉદ્ઘાટન 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે “જાહેર માટે જોખમ, અવરોધો અને અસુવિધા” અટકાવવા માટે ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ પર ગતિ મર્યાદા લાદી છે. ₹18,000 કરોડના ખર્ચે બનેલ, MTHL બ્રિજ મુંબઈમાં સેવરીથી શરૂ થાય છે અને રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાના ન્હાવા શેવા ખાતે સમાપ્ત થાય છે. મલ્ટી-એક્સલ ભારે વાહનો, ટ્રક અને મુંબઈ તરફ જતા બસોને ઈસ્ટર્ન ફ્રીવેમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું. આ વાહનોએ આગળની અવરજવર માટે મુંબઈ પોર્ટ-સિવારી એક્ઝિટ (એક્ઝિટ 1C) નો ઉપયોગ કરવો પડશે અને ‘ગાડી અડ્ડા’ નજીક MBPT રોડ લેવો પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

જાણો શું છે આ બ્રિજમાં ખાસ

  • મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) પર ફોર-વ્હીલર્સ માટેની મહત્તમ ઝડપ મર્યાદા 100 kmph હશે, મુંબઈ પોલીસે બુધવારે જણાવ્યું હતું.
  • મોટરસાયકલ, મોપેડ, થ્રી-વ્હીલર, ઓટો, ટ્રેક્ટર, પશુઓ દ્વારા દોરેલા વાહનો અને ધીમી ગતિએ ચાલતા વાહનો માટે નો એન્ટ્રી રહેશે.
  • MTHL એ 6-લેન સી લિંક છે, જે સમુદ્ર પર 16.50 કિલોમીટર અને જમીન પર 5.5 કિલોમીટર ફેલાયેલી છે.
  • વાહનચાલકો મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકશે, અન્યથા તેમાં 2 કલાકનો સમય લાગે છે.
  • બ્રિજની ચડતી અને ઉતરતી વખતે સ્પીડ 40 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રહેશે.
  • કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મિની બસ અને ટુ-એક્સલ બસો જેવા વાહનોની સ્પીડ લિમિટ 100 કિલોમીટર પ્રતિ કલાક હશે.
  • દરિયાઈ પુલ પર મોટરસાઈકલ, ઓટોરિક્ષા અને ટ્રેક્ટરને મંજૂરી આપવામાં આવશે નહીં.
  • આ પુલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળા 400 સીસીટીવી કેમેરાથી સજ્જ છે.
  • દર વર્ષે શિયાળામાં દરિયામાં આવતા ફ્લેમિંગો પક્ષીને પણ ધ્યાને લેવામાં આવ્યું છે. આ માટે બ્રિજની બાજુમાં સાઉન્ડ બેરિયર લગાવવામાં આવ્યા છે.
  • આ બ્રિજ પરથી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BRC) ના કોઈ ફોટોગ્રાફ્સ કે વિડિયો ન લેવાય તેની ખાતરી કરવા માટે વ્યુ બેરિયર લગાવવામાં આવ્યો છે.
  • એવી લાઈટો લગાવવામાં આવી છે કે તે માત્ર બ્રિજ પર જ પડે છે અને દરિયાઈ જીવોને નુકસાન પહોંચાડતી નથી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.