આજે વરસાદ અહિ ભુક્કા કાઢશે! જાણો તમારા રાજ્યમાં કેવું રહેશે આજનું હવામાન
દેશમાં આકરી ગરમી બાદ હવે ચોમાસુ પણ પાયમાલ કરવા આવી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વાદળો છવાયેલા રહેશે, જેનાથી લોકોને ગરમી અને હીટવેવથી રાહત મળશે. હવામાન વિભાગે રાજસ્થાનમાં ધૂળની ડમરીઓનું એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કે દેશનું હવામાન કેવું રહેશે?
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, તટીય આંધ્ર પ્રદેશ, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીના મોટાભાગના ભાગો અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે આગળ આ રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા
આજે ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોરદાર વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલે મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે.
જાણો રાજસ્થાનનું હવામાન કેવું છે
રાજસ્થાનના જયપુરના મોટાભાગના વિસ્તારોમાં ધૂળવાળુ વાતાવરણ જોવા મળ્યું હતું. મોડી રાત્રીના વાવાઝોડા બાદ શહેરના વાતાવરણમાં ઉડેલી ધૂળને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે પણ પશ્ચિમ રાજસ્થાનના વિવિધ સ્થળોએ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ઝરમર વરસાદ પણ પડી શકે છે.
IMD અનુસાર, પૂર્વ ભારત અને ઉત્તર પ્રદેશમાં હીટવેવ અને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ અને ઝારખંડના કેટલાક ભાગોમાં આજે હીટવેવથી ગંભીર હીટવેવની અપેક્ષા છે. 8 થી 10 જૂન વચ્ચે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, બિહાર અને ઓડિશાના જુદા જુદા ભાગોમાં આકરી ગરમી પડશે.