સમુદ્ર પર બનેલા ભારતના સૌથી લાંબા પુલનું આજે PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણો શું છે બ્રિજની ખાસિયતો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સમુદ્ર પર બનેલા ભારતના સૌથી લાંબા પુલનું આજે ઉદ્ઘાટન થશે, જેનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી કરશે. શહેરી પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત કરીને લોકોની અવરજવરમાં સરળતા વધારવાના તેમના વિઝનને અનુરૂપ, PM મોદી મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL)નું ઉદ્ઘાટન કરશે, જેને હવે ‘અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે. ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ 17,840 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે મહારાષ્ટ્રના નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ રાજ્યમાં રૂ. 30,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. તે ભારતનો સૌથી લાંબો પુલ અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. આ બ્રિજ લગભગ 21.8 કિમી લાંબો સિક્સ લેન બ્રિજ છે, જેની લંબાઈ દરિયા પર લગભગ 16.5 કિમી અને જમીન પર લગભગ 5.5 કિમી છે.

તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતમાં મુસાફરીનો સમય પણ ઘટાડશે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે. વડાપ્રધાન મોદી ‘ઈસ્ટર્ન ફ્રીવેઝ ઓરેન્જ ગેટ’ ને મરીન ડ્રાઈવથી જોડતી રોડ ટનલનો શિલાન્યાસ પણ કરશે. 9.2 કિમી લાંબી ટનલ રૂ. 8,700 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે અને તે મુંબઈમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નોંધપાત્ર વિકાસ હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.