આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ યોગને કોરોના કાળને નાથવા જરૂરી ગણાવ્યા .
નવીદિલ્હી : પીએમ મોદીએ કહ્યું કે, આજે ભાવાત્મક યોગ દિવસ છે. દરેક દિવસ પ્રાણાયમ કરો. દુનિયાભરમાં યોગનો ઉત્સાહ વધી રહ્યો છે. યોગનો અર્થ સમર્પણ, સફળતા છે. દરેક પરિસ્થિતિમાં સમાન રહેવાનું નામ યોગ છે. યોગ કોઈનાથી ભેદભાવ નથી કરતો. યોગ કોઈ પણ કરી શકે છે. યોગથી શાંતિ અને સહનશીલતા મળે છે. કર્મની કુશળતા જ યોગ છે. કોરોનાથી બચવા માટે યોગ જરૂરી છે. પીએમ મોદીએ પોતાના સંબોનમાં કહ્યું કે, યોગ દુનિયામાં શાંતિ અને ખુશહાલી લાવે છે. યોગથી આપણી શક્તિ અનેકગણી વધી જાય છે. વિપરીત પરિસ્થિતિમાં સક્રિય રહેવા માટે યોગ અકીલા જરૂરી છે. પોતાની જવાબદારીઓને પૂરી કરવી પણ એક યોગ છે. પોતાના અને પોતાના લોકોના સ્વાસ્થય માટે પ્રયાસ કરો. યોગ દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરતા લખ્યું કે, યોગ તન, અને મન, કાર્ય અને વિચાર તથા મનુષ્ય અને પ્રકૃતિની વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરવાનું એક માધ્યમ છે. સંપૂર્ણ માનવતાને ભારતીય સંસ્કૃતિના આ અનમોલ ઉપહારને મોદીજીએ પોતાના પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ પ્રદા કરાવી, જેને આજે સમગ્ર વિશ્વએ અપનાવી છે. યોગ દિવસની શુભકામનાઓ..