આજે ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે; જો તમે તારીખ ચૂકી જાઓ છો તો તમને 31મી ડિસેમ્બર સુધી મળશે આ તક

Business
Business

નાણાકીય વર્ષ 2022-23 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 છે. જો તમે આ દિવસે પણ ITR ફાઇલ કરવાનું ચૂકી જાઓ છો, તો તમે દંડ સાથે 31 ડિસેમ્બર, 2023 સુધી વિલંબિત રિટર્ન ફાઇલ કરી શકો છો. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઇલ કરવાની મૂળ સમયમર્યાદાના અંત પછી વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની તક છે.

ઇન્કમ ટેક્ષ અધિનિયમની કલમ 139(1) હેઠળ કોઈપણ આકારણી વર્ષ માટે નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન ન ફાઈલ કરવા બદલ કલમ 234F હેઠળ દંડ સાથે વિલંબિત રિટર્ન ફાઈલ કરવાનો અવકાશ છે. જો ઇન્કમ ટેક્ષ ભરનારની કુલ આવક 5 લાખથી વધુ ન હોય તો તેણે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો આવક 5 લાખથી વધુ હોય તો 5,000 રૂપિયાનો દંડ થશે. જો આવક મુક્તિ મર્યાદા (2.50 લાખ) કરતાં ઓછી છે, તો કોઈ દંડ લાગશે નહીં. 30 જુલાઈ 2023 સુધીમાં 6 કરોડથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. માત્ર રવિવારે સાંજે 6.30 વાગ્યા સુધી 26.76 લાખ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.

રિટર્ન ફાઈલ ન કરવા બદલ દંડની ગણતરી નિયત તારીખ પછીની તારીખથી એટલે કે જુલાઈ 31, 2023 થી શરૂ થાય છે. તેથી, ITR ફાઈલ કરવામાં જેટલો વિલંબ થશે, તેટલો વધારે દંડ. દંડની સાથે વ્યાજ પણ વસૂલવામાં આવશે. જો તમે નિયત તારીખે અથવા તે પહેલાં રિટર્ન ફાઈલ કરશો નહીં, તો આવકવેરા કાયદાની કલમ 234A હેઠળ બાકી ટેક્સ પર દર મહિને અથવા મહિનાના ભાગ માટે એક ટકાના દરે વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે. જો ટેક્સ ન ભર્યો હોય તો ITR ફાઇલ કરી શકાશે નહીં.

જો તમે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં પણ ITR ફાઇલ ન કરો તો આવકવેરા વિભાગ તમને કારણ બતાવો નોટિસ આપી શકે છે. જો તમારો ખુલાસો સંતોષકારક ન જણાય તો, આવકવેરા વિભાગ તેની સત્તા મુજબ આ મામલે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આમાં સંબંધિત આવકવેરા ભરનારને વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.