ભારતમાં ઈ-રિક્ષાનું રજિસ્ટ્રેશન બંધ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઈ-રિક્ષાનું ડાયરેક્ટ રજિસ્ટ્રેશન નહીં કરી શકે, વકીલ કનિષ્ક સિંહા પાસે જ રજિસ્ટ્રેશન કરવાનો અધિકાર, ઈ-વાહનોને પ્રોત્સાહિત કરવાની સરકારની ઝુંબેશ પર નવો વળાંક

ઈલેક્ટ્રિક વ્હીકલને લઈને ઝડપથી વિકાસ યોજનાઓ બનાવવામાં લાગેલા ભારતે એક રસપ્રદ વળાંગ લઈ લીધો છે. એક અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ભારતમાં ઈ-રિક્ષાનું રજિસ્ટ્રેશન બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ પછી કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાને ત્યાં ઈ-રિક્ષાનું રજિસ્ટ્રેશન કરી શકશે નહીં.કોલકત્તાના વકીલ કનિષ્ક સિંહા 20 વર્ષથી ભારતભરમાં ઈલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશન માટે એક પેન્ટન્ટી મતલબ કે લાયસન્સધારક છે. સિંહાનો દાવો છે કે તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જે ભારતમાં ઈલેક્ટ્રિક વાહકોનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

સિંહાના દાવા અનુસાર કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પાસે પોતાના રાજ્યમાં કોઈ પણ બેટરી સંચાલિત ઈલેક્ટ્રિક વાહનને સીધું રજિસ્ટર્ડ કરવાનો અધિકાર નથી. કોઈ પણ ઈલેક્ટ્રિક વ્હીકલ ગ્રાહકે પોતાના વાહનનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અમિત એન્જિનિયરિંગની સેવાનો ઉપયોગ કરવો પડશે કેમ કે તેને કનિષ્ક સિંહા પાસેથી અધિકાર લીઝ પર મેળવ્યા છે. આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશમાં એવું પણ કહેવાયું છે કે કોઈ પણ અન્ય પાર્ટી દ્વારા ઈ-વ્હીકલ રજિસ્ટ્રેશન પછી તે રાજ્ય હોય કે કેન્દ્રશાસિત પ્રદેશ હોય તે ડાયરેક્ટ ઈ-રિક્ષાનું રજિસ્ટ્રેશન કરશે તો તેને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર ગણવામાં આવશે. સિંહાના દાવા અનુસાર સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર દ્વારા ઈ-વ્હીકલના રજિસ્ટ્રેશન પર સ્થગન આદેશ પણ આપ્યો છે.

અદાલતે 24 ફેબ્રુઆરી-2020માં ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનને રોકવા માટે કહ્યું હતું અને તેને સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરી-2021માં યથાવત રાખ્યું હતું. દિલ્હી સરકારે કહ્યું કે તે ઈ-રિક્ષાના રજિસ્ટ્રેશનને રોકી દેશે જ્યારે જમમુ-કાશ્મીર પહેલાંથી જ રજિસ્ટ્રેશનને રોકી ચૂક્યું છે. અન્ય રાજ્યો દ્વારા આદેશનું પાલન કરવાનું હજુ બાકી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ગત 4 ફેબ્રુઆરીએ સ્વિચ દિલ્હી અભિયાન શરૂ કર્યું હતું. કેજરવાલે દિલ્હીના લોકોને અપીલ કરી હતી કે તેઓ ઈલેક્ટ્રિક વાહનોને અપનાવે અને સાથે સાથે એવી પણ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર આગામી છ સપ્તાહમાં વિવિધ હેતુઓ માટે માત્ર ઈલેક્ટ્રિક વાહકોને જ કામ પર રાખશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.