કોરોનાના ત્રણ લાખ કેસ : એક દિવસમાં સૌથી વધુ ૩૯૬ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : દેશમાં હાલમાં મોટા ભાગે લોકડાઉન ખોલીને અમલમાં મૂકાયેલા અનલોક-૧ના સમયગાળામાં રોજેરોજ કેસોની સંખ્યા ૯ હજાર અને હવે ૧૦ હજારની આસપાસ આવી રહી છે. કોરોના વાયરસના આ આંકડા હવે લોકોને ખરા અર્થમાં ડરાવી રહ્યા છે. તો સત્તાવાળાઓ માટે એક ચિંતાનું કારણ બની રÌ છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓથી વધુ એક વખત લોકોને ફાળ પડી છે. આજે શુક્રવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન દેશમાં સૌપ્રથમ વખત ૩૯૬ લોકોના કોરોના વાયરસથી મોત થયાનું બહાર આવ્યું છે. આ સાથે જ ૨૪ કલાકમાં વધુ ૧૦,૯૫૬ લોકો રોગના સંક્રમિત થયા છે જે એક રીતે જાતાં કેસમાં રેકોર્ડ ઉછાળો દર્શાવે છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસો ૩ લાખની નજીક પહોંચી ગયા હોય તેમ ૨.૯૭ લાખને પાર થઈ ગયા છે. રોજના આંકડા જાતાં આવતીકાલ શનિવારે કેસો ૩ લાખની ઉપર પહોંચી જાય તેમ છે. વિશ્વના કોરોના સંક્રમિત દેશોના આંકડા મુજબ ભારત સંક્રમિત દેશોની યાદીમાં બ્રિટનથી આગળ નિકળીને ચોથા ક્રમે પહોંચી ગયું છે.
કોરોનાના વધતા કેસો વચ્ચે સૌથી રાહત સમાન એ બાબત પણ છે કે પોઝિટિવ દર્દીઓ સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ૧,૪૭,૧૯૫ લોકો સ્વસ્થ થયા છે. દેશમાં હાલમાં ૧,૪૧,૮૪૨ સક્રિય કેસ છે જેમની સારવાર ચાલી રહી છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કોરોના અંગેના આંકડા જાહેર કર્યા હતા. જેમાં જણાવ્યાં પ્રમાણે, ગુરુવારે ૧૦,૯૫૬ કેસ સામે આવ્યા હતા. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૬ લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં અત્યાર સુધી ૨ લાખ ૯૭ હજાર ૫૩૫ કેસ સામે આવી ચુક્્યા છે. જેમાં ૧ લાખ ૪૧ હજાર ૮૪૨ એÂક્ટવ કેસ છે અને ૧ લાખ ૪૭ હજાર ૧૯૫ સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી ૮૪૯૮ લોકોના મોત થયા છે. આ પહેલા દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કÌš હતું કે, દિલ્હીમાં લોકડાઉન વધારવામાં નહીં આવે. જા કે એક દિવસ પહેલા રાજ્ય સરકારે કÌš હતું કે, દિલ્હીમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.