દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી આવનારાઓને કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા બાદ જ મહારાષ્ટ્રમાં એન્ટ્રી મળશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર સરકારે કોરોનાને અટકાવવા માટે સોમવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી મહારાષ્ટ્ર જતા લોકો માટે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ દેખાડવો અનિવાર્ય કરવામાં આવ્યો છે. કોવિડ નેગેટિવ રિપોર્ટ વગર આ રાજ્યોમાંથી મહારાષ્ટ્ર પહોંચનારને એન્ટ્રી આપવામં નહીં આવે. રાજ્ય સરકારે કહ્યું કે મહારાષ્ટ્ર આવતા તમામ લોકોને કોવિડ-19 પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે. માસ્ક વગર જોવા મળતા લોકો પર દંડની કાર્યવાહી થશે

મહારાષ્ટ્ર સરકારે આ મોટા નિર્ણયો કર્યા

માસ્ક વગર દેખાતા 200થી 500 રૂપિયાનો દંડ આપવો પડશે.
સાર્વજનિક સ્થાનો પર થુંકવા પર 1000 રૂપિયાનો દંડ. ત્રીજી વખત થુંકતા પકડાયા તો 5 હજાર રૂપિયાનો દંડ અને 5 દિવસ સુધી સાર્વજનિક સેવા આપવી પડશે.
દરેકને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી.
60 વર્ષથી વધુના લોકો અને 10 વર્ષથી નીચેના બાળકોને જરૂર પડે તો જ બહાર નીકળવાની મંજૂરી.
ગર્ભવતી મહિલાઓને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જતાં પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી.
ફ્લાઈટમાં 72 કલાકની અંદર , ટ્રેનમાં 96 કલાકની અંદર કરાવેલો RT – PcR રિપોર્ટ જ માન્ય ગણાશે.
ગોવા,રાજસ્થાન,દિલ્લીથી જતાં પ્રવાસીઓ માટે પણ નિયમ લાગુ
દેશમાં રવિવારે 2480 એક્ટિવ કેસ વધ્યાં.જે 2 ઓક્ટોબર પછી સૌથી વધુ છે. 3 ઓક્ટોબરથી 22 નવેમ્બર વચ્ચે માત્ર ત્રણ વખત જ એક્ટિવ કેસમાં વધારો નોંધાયો છે. આ પહેલા 19 નવેમ્બરે 344 અને 21 નવેમ્બરે 732 એક્ટિવ કેસ વધ્યા છે. રવિવારે 44 હજાર 404 નવા કેસ નોંધાયા, 41 હજાર 405 દર્દી સાજા થયા અને 510 લોકોના મોત થયા. દેશમાં અત્યાર સુધી 91.40 લાખ કેસ નોંધાયા છે. જેમાંથી 85.61 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે અને 1.33 લાખ સંક્રમિતોના મોત થઈ ચુક્યા છે.

દેશમાં ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. રવિવારે 8.49 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા. 12 નવેમ્બર પછીથી આ છઠ્ઠી વખત છે, જ્યારે 10 લાખથી ઓછા ટેસ્ટ કરાયા છે. આ પહેલા 13 નવેમ્બરે 9.29 લાખ, 14 નવેમ્બરે 8.05 લાખ, 15 નવેમ્બરે 8.61 લાખ, 16 નવેમ્બરે 8.44 લાખ અને 17 નવેમ્બરે 9.37 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.