આ મુસ્લિમ દેશે મીડિયા પર લગાવ્યો વિચિત્ર પ્રતિબંધ
Media news: ઈરાકની સરકારે ‘સમલૈંગિકતા’ને લઈને મોટો અને કડક નિર્ણય લીધો છે. દેશના મીડિયા રેગ્યુલેટરે ‘સમલૈંગિકતા’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. બુધવારે ત્યાંની તમામ મીડિયા અને સોશિયલ મીડિયા કંપનીઓને આદેશ જારી કરવામાં આવ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ કંપનીઓએ ‘સમલૈંગિકતા’ની જગ્યાએ ‘સેક્સ્યુઅલ ડિવિઅન્સ’ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ.
આ સિવાય ‘લિંગ’ શબ્દ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારના પ્રવક્તાએ કહ્યું કે નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દંડ હજુ નક્કી કરવામાં આવ્યો નથી, પરંતુ તેમાં દંડ પણ સામેલ હોઈ શકે છે. તેણે કહ્યું કે ઈરાક સ્પષ્ટપણે સમલૈંગિકતાને ગુનો માનતું નથી. દેખીતી રીતે LGBTIQ+ સમુદાય માટે આ એક મોટો નિર્ણય છે. જણાવી દઈએ કે ‘સમલૈંગિકતા’ને 60થી વધુ દેશોમાં અપરાધ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે 130થી વધુ દેશોમાં સમલૈંગિક સંબંધો કાયદેસર છે.
જણાવી દઈએ કે ઈરાકે બે દિવસ પહેલા જ ટેલિગ્રામને સસ્પેન્ડ કરી દીધો હતો. આ માટે તેમણે રાષ્ટ્રીય સુરક્ષાનો ઉલ્લેખ કર્યો હતો. દેશના ટેલિકોમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને વપરાશકર્તાઓના વ્યક્તિગત ડેટાની અખંડિતતા જાળવી રાખવા માટે ટેલિગ્રામ મેસેજિંગ એપને બ્લોક કરી છે.