૯.૭ કરોડની વસ્તીવાળા આ દેશે કર્યો ચમત્કાર, ચીનથી નજીક હોવા છતા કોરોનાનો એકપણ કેસ નહીં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોના વાયરસનાં સંક્રમણથી જ્યારે આખી દુનિયા મુશ્કેલીમાં છે, ત્યારે ચીનની સીમાથી અડીને આવેલો એક દેશ એવો પણ છે જ્યાં આ વૈશ્વિક મહામારીથી એક પણ મોત નથી થયું. કોરોનાનાં કહેરથી બચવાના કારણે વિયતનામની પ્રશંસા આખી દુનિયામાં થઈ રહી છે. આ દેશની વસ્તી ૯.૭ કરોડની આસપાસ છે, તેમ છતા શનિવાર સુધી અહીં કોરોનાનાં ૩૨૮ કન્ફર્મ કેસો જ આવ્યા છે. વિયતનામમાં મોટાભાગનાં લોકો ઓછી આવકવાળા છે, જ્યારે અહીંની સ્વાસ્થ્ય સેવાઓ પણ અમેરિકા, દક્ષિણ કોરિયા સહિતનાં દેશો કરતા ખરાબ છે. વિશ્વ બેંક અનુસાર વિયતનામમાં ૧૦ હજાર લોકો પર ફક્ત ૮ ડૉક્ટર છે, જ્યારે દક્ષિણ કોરિયામાં ૨૪.

વિયતનામમાં કોરોનાને લઇને શરૂઆતથી જ જાગૃતતા રહી. સરકારે ચીનથી અડીને આવેલી સરહદ અને લોકોનાં એક દેશમાંથી બીજા દેશમાં આવન-જાવનને જોતા ત્રણ અઠવાડિયાનાં સખ્ત લૉકડાઉનનું પાલન કર્યું હતુ. જો કે એપ્રિલનાં અંતમાં અહીં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લૉકડાઉનને હટાવી દેવામાં આવ્યું, ત્યારબાદથી ૪૦ દિવસ સુધી કોઈપણ સ્થાનિક સંક્રમણની સૂચના નથી. વિયતનામમાં હવે સ્કૂલોને ફરીથી ખોલવામાં આવી રહી છે અને જનજીવનને સામાન્ય બનાવી રાખવા માટે પણ પ્રયત્ન થઈ રહ્યા છે.

ચીનમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવતા જ વિયતનામે મહામારીનાં ફેલાવા પર અંદાજ લગાવતા ચીન સાથેની સરહદો બંધ કરી દીધી. તે સમયે ના તો ચીનનાં અધિકારીઓએ અને ના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આની પુષ્ટિ કરી હતી કે આ વાયરસનું સંક્રમણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં થઈ રહ્યું છે, પરંતુ આ દેશે કોઈ રિસ્ક ના લેતા પોતાની તૈયારીઓ ચાલું રાખી.

હનોઈમાં સ્વચ્છતા અને મહામારી વિભાગનાં પ્રમુખનાં જણાવ્યા અનુસાર, સરકારે ઉૐર્ંનાં દિશા-નિર્દેશોની પ્રતીક્ષા ના કરતા ખુદ જ સ્વાસ્થ્યને લઇને લોકોને જાગૃત કરવાનું શરૂ કરી દીધું. જાન્યુઆરીની શરૂઆતથી જ હનોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વુહાનથી આવનારા યાત્રીઓની થર્મલ સ્ક્રીનિંગને અનિવાર્ય કરી દેવામાં આવી. જે લોકોનું તાપમાન થોડુંક પણ વધારે હતુ તેમને ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા.

વિયતનામમાં પહેલો કેસ ૨૩ જાન્યુઆરીનાં સામે આવ્યો હતો, ત્યારબાદથી જ સરકારે અહીં આવનારી તમામ ફ્લાઇટ્સને બંધ કરી દીધી. લૂનર ન્યૂ યરનાં અવસર પર વિયતનામનાં વડાપ્રધાને કોરોના વાયરસની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી. દેશની તમામ બૉર્ડર, ચેકપોસ્ટ, એરપોર્ટ અને પોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગને અનિવાર્ય કરી દેવામાં આવ્યું. પીએમે સંક્રમણને નિયંત્રિત કરવા માટે એક રાષ્ટ્રિય સંચાલન સમિતિની રચના કરી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.