1 ડિસેમ્બરથી સમગ્ર દેશમાં આ કોલેજો શરૂ થઈ જશે

ગુજરાત
ગુજરાત

સમગ્ર દેશમાં એન્જીનીયરિંગ અને ટેકનિકલ સંસ્થાઓમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટેના સત્રની શરૂઆત પહેલી ડિસેમ્બરથી શરૂ કરાશે અને પ્રવેશની કામગીરીને 31 ઓકટોબર સુધી લંબાવવામાં આવી હતી જે કોવિડ-19ના કારણે ખોરંભે ચઢી હતી, એમ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને એક યાદીમાં કહ્યું હતું.

ગયા મહિને જારી કરાયેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર, પ્રથમ વર્ષમાં પ્રેવેશ મેળવનાર વિદ્યાર્થીઓની તમામ પ્રક્રિયા 31 ઓકટોબર સુધીમાં પુરી કરી પહેલી નવેમ્બરથી તેમના અભ્યાસની શરૂઆત કરાવવાની યોજના હતી. ‘આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એક કોરોનાની મહામારીના કારણે મોટી કટોકટીનો સામનો કરી રહ્યો છે.

દેશમાં ઊભી થયેલી સ્થિતિના કારણે વિવિધ રાજ્યો તરફથી તારીખ વધારવા વિનંતીઓ મળી હતી. પરિણામે હવે પહેલી ડિસેમ્બરથી અભ્યાસ શરૂ કરાશે. ઉપરાંત આઇઆઇટી અને એનઆઇટીમાં પ્રવેશની પ્રક્રિયા પણ ચાલી રહી હોવાથી કાઉન્સિલે એન્જીનીયરિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ તારીખ લંબાવી 30 નવેમ્બર કરાઇ હતી, એમ કાઉન્સિલના સચિવે કહ્યું હતું.

વર્ગો ઓનલાઇન, ઓફલાઇન કે પછી બ્લેન્ડેડ મોડમાં શરૂ કરાઇ શકાય છે. કોરોના સબંધીત તમામ પ્રોટોકોલ અને માર્ગરેખાનું પાલન કરાશે. સત્રના ટાઇમટેબલમાં ફેરફાર કરાવી શકાય છે. કોવિડ-19ના કારણે હાલની સ્થિતિ જોતાં આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સમય સમયે અપાતી ગાઇડલાઇન મુજબ જ કામગીરી કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.