અવકાશમાં જોવા મળશે અદ્ભુત નજારો, એક જ સીધી રેખામાં હશે 5 ગ્રહો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દુનિયાભરના અવકાશ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. આ અઠવાડિયે અવકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. રાત્રિના અંધારામાં 5 ગ્રહો અવકાશમાં એક સીધી રેખામાં (planets in a straight line) દેખાશે. આ ગ્રહો છે – બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ. 3 જૂન શુક્રવારની સવારથી આ તમામ ગ્રહો એક સીધી રેખામાં આવી જશે. આ દુર્લભ નજારો છેલ્લે ડિસેમ્બર 2004માં જોવા મળ્યો હતો. એટલું જ નહીં આ વર્ષે બુધ અને શનિ વચ્ચેનું અંતર પણ ઘણું ઓછું રહેશે.

ક્ષિતિજની પૂર્વ તરફ દેખાશે નજારો

સ્કાય એન્ડ ટેલિસ્કોપ અનુસાર, જે લોકો આ દુર્લભ નજારાનો આનંદ માણવા માગે છે તેમને દૂરબીનની જરૂર પડશે. બુધ ગ્રહને જોવા માટે તેઓએ ક્ષિતિજની પૂર્વ તરફ જોવું પડશે. સ્પેસ મેગેઝિન અનુસાર જૂન મહિનો જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ બુધ ગ્રહ વધુ તેજસ્વી થતો જશે, જેના કારણે તેને ઓળખવામાં સરળતા રહેશે. નિષ્ણાતોના મતે, બાકીના ગ્રહો દૂરબીન વિના સતત જોઈ શકાય છે.

આખી દુનિયામાં જોવા મળશે આ અદ્બુત દ્રશ્ય

નિષ્ણાતો કહે છે કે, 5 ગ્રહોના આ દુર્લભ સંયોજનને જોવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પહેલા 30 મિનિટનો છે. આ અવકાશી નજારાને જોવા માટે દુનિયાભરમાં અનેરો ઉત્સાહ છે. આ નજારો આખી દુનિયામાં જોવા મળશે, તેથી તેને જોવા માટે ક્યાંય જવાની જરૂર નથી. ઉત્તર ગોળાર્ધમાં, લોકો આ ગ્રહોને પૂર્વથી દક્ષિણ-પૂર્વીય ક્ષિતિજ સુધી જોઈ શકે છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં હાજર લોકો પૂર્વથી ઈશાન ક્ષિતિજ સુધી જોઈ શકે છે.

24 જૂને શુક્ર અને મંગળની વચ્ચે ચંદ્ર જોવા મળશે.

જોકે, આ દુર્લભ નજારાના દર્શન માટે માત્ર એક જ શરત છે, તે છે આકાશ સ્વચ્છ હોવું જોઈએ. આ નજારો સમગ્ર જૂન મહિના દરમિયાન જોવા મળશે, તેથી જો તમને કોઈ દિવસ ન દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી. આ શાનદાર ઉજવણીમાં ચંદ્ર પણ સામેલ થવાનો છે. આ 5 ગ્રહો સિવાય 24 જૂને શુક્ર અને મંગળની વચ્ચે ચંદ્ર પણ જોવા મળશે. આ ખાસ નજારો સૂર્યોદયના 1 કલાક પહેલા ખૂબ જ સુંદર રીતે જોઈ શકાય છે. જો તમે 5 ગ્રહોને એકસાથે જોવાનું ચૂકી જશો, તો તમારે તેને જોવા માટે વર્ષ 2040 સુધી રાહ જોવી પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.