ઈતિહાસ લખવામાં અન્યાય થયો છે, અમે જુની ભુલો સુધારીએ છીએ: પીએમ મોદી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બહરાઈચમાં મોદીના હસ્તે મહારાજા સુહેલદેવ સ્મારકનું વર્ચ્યુઅલ શિલારોપણ:દેશની આઝાદીમાં મોટી ભૂમિકા ભજવનાર મહારાજા સુહેલદેવે પોતાના પરાક્રમથી માતૃભુમિનું માન વધાર્યુ હતું: ભારતનો ઈતિહાસ માત્ર ગુલામીની માનસિકતામાં નથી, લોકકથાઓમાં રચાયો છે: મોદી

દેશની આઝાદીમાં મોટી ભૂમિકા ભજવનાર મહારાજા સુહેલ દેવની જન્મ જયંતી પર બહરાઈચમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડીયો કોન્ફરન્સીંગથી મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિતોરા વિકાસ કાર્યનું શિલારોપણ કર્યુ હતું આ તકે વડાપ્રધાને જણાવ્યું હતું કે મહારાજા સુહેલદેવે પોતાના પરાક્રમથી માતૃભૂમિનું માન વધાર્યુ હતું.ઉતર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ આ પ્રસંગે ચિતૌરા હાજર હતા. દરમ્યાન રાજા સુહેલદેવની અશ્ર્વારોહી પ્રતિમા પ્રયાગપુર રિયાસતનાં યશવેન્દ્ર પ્રતાપસિંહે મુખ્યમંત્રીને ભેટ આપી હતી. મુખ્યમંત્રીના દીપ પૂજનથી કાર્યક્રમનો આરંભ થયો હતો.

આ દરમ્યાન નવી દિલ્હીથી વડાપ્રધાન મોદી અને ઉતર પ્રદેશનાં રાજયપાલ આનંદીબેન પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ સાથે જોડાયેલા રહ્યા હતા.આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે મહારાજા સુહેલદેવનાં નામે બનેલી મેડીકલ કોલેજને એક નવુ ભવન પણ મળ્યુ છે.આ તકે વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતનો ઈતિહાસ માત્ર એ નથી કે દેશને ગુલામ બનાવનારાઓ કે ગુલામીની માનસીકતા સાથે લખાયો હોય. ભારતનો ઈતિહાસ તે પણ છે

જે સામાન્ય જનમાં અને લોક કથાઓમાં રચાયો છે. જે પેઢી દર પેઢી આગળ વધતો રહ્યો છે. વડાપ્રધાને જણાવ્યુ હતું કે ઈતિહાસ લખવામાં અન્યાય થયો છે અમે જુની ભુલો સુધારી રહ્યા છીએ પછી તે સરદાર પટેલ હોય કે ડો.આંબેડકર ભારતના અનેક આવા સેનાનીઓ છે જેમના યોગદાનને અનેક કારણે માન આપવામાં નથી આવ્યુ.આ કાર્યક્રમ પહેલા કેન્દ્ર સરકારે મહારાજા સુહેલદેવની યાદમાં વિશેષ ટપાલ ટીકીટ જાહેર કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.