વિશ્વનું સૌથી મોટું માસ્ક યુપીમાં બનશે, 2 જાન્યુઆરીએ લોન્ચીંગ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશ ખાદી વિભાગના સહયોગથી વિશ્ર્વનું સૌથી લાંબુ માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માસ્કને લખનૌના ડિઝાઈનર મનિષ ત્રિપાઠી તૈયાર કરી રહ્યા છે. ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે ઓડ્રા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ખાદી ફેબ્રીમ હેન્ડઓવર કાર્યક્રમમાં ડિઝાઈનર મનિષ ત્રિપાઠીને માસ્ક બનાવવા માટે તાલુકાના 75 જિલ્લામાંથી પ્રાપ્ત ખાદીનું કપડું આપ્યું હતું.

નવનીત સહગલે જણાવ્યું કે ખાદીના કપડાથી દુનિયાનું સૌથી મોટું 150 વર્ગ મીટરનું માસ્ક કૈયાર કરી તેને હોટ એર બલૂનથી ડિસ્પ્લે કરવામાં આવશે. તેનું લોન્ચીંગ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 2 જાન્યુઆરી કરશે. આ માસ્ક બનાવવાનો હેતુ વિશ્ર્વને કોરોના સામે અડીખમ ઉભા રહીને મુકાબલો કરવાનો સંદેશ આપવાનો છે.

આ માટે રાજ્યના 75 જિલઓમાંથી બે-બે મીટર ખાદીનું કપડું આપવામાં આવી રહ્યું છે. જાન્યુઆરીમાં ખાદીવસ્ત્રોના પ્રદર્શન અને ફેશન શોનું આયોજન પણ કરવામાં આવશે જેમાં રીના ઢાકા, રિતુ બેરી, મનિષ મલ્હોત્રા સહિતના જાણીતા ફેશન ડિઝાઈનર ખાદીથી તૈયાર કપડાને ડિસ્પ્લે કરશે. આ પ્રસંગે ખાદીનું માસ્ક બનાવનાર મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.