સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને આ મુદ્દે ફટકાર લગાવી, તમે તો દેશને ખતમ કરી દેશો
સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને દેશી દારૂના કારણે થઈ રહેલા મોતના મામલે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કહ્યુ કે તમે તો દેશને ખતમ કરી દેશો. જો બોર્ડર વિસ્તાર જ સુરક્ષિત નથી તો કેવી રીતે ચાલશે. સુપ્રીમ કોર્ટે કહ્યુ તમારે આ દુષ્ટતા પર રોક લગાવવી પડશે. આવુ ચાલશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે સોમવારે ફરીથી સુનાવણી કરીશુ.
જસ્ટિસ એમઆર શાહે કહ્યુ કે આ ડ્રગ્સ અને દારૂની સમસ્યા પંજાબમાં એક ગંભીર મુદ્દો છે. AAP સરકાર માત્ર FIR નોંધી રહી છે પરંતુ તેમનો મામલો એ છેકે દરેક મોહલ્લામાં દારૂની ભઠ્ઠી છે. આ ખૂબ જ ભયાવહ અને જોખમી છે. સુપ્રીમ કોર્ટ રાજ્યમાં મોટાપાયે ગેરકાયદે દારૂના નિર્માણ અને વેચાણ સંબંધિત એક મામલાની સુનાવણી કરી રહ્યા છે.
જસ્ટિસ શાહે કહ્યુ કે તમારે જપ્ત કરેલા રૂપિયાનો ઉપયોગ જાગૃતતા અભિયાનો માટે કરવો જોઈએ. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યુ કે પકડાયેલા લોકો પર ક્યારે કેસ ચાલશે? સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે જવાબ જોઈશુ અને પછી આદેશ પસાર કરીશુ. જો કોઈ દેશને ખતમ કરવા ઈચ્છે છે. ખાસકરીને સરહદી રાજ્ય માટે તો આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. નશા દ્વાર યુવાનોને ખતમ કરવા ખૂબ સરળ છે તેથી સાવધાની રાખવી જરૂરી છે.