ગુનાહિત રેકોર્ડ વેબસાઈટ પર ઉમેદવારોના જાહેર માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સર્વોચ્ચ અદાલત એ રાજનૈતિક દળમાં પોતાની અધિકારી વેબસાઈટના મુખ્ય પેજ પર ઉમેદવારોની ચૂંટણીનું કારણ જણાવવાની સાથે તેમના અપરાધિક મુદ્દાઓની જાણકારીઓને પ્રસિદ્ધ કરવાના સંબંધમાં ચૂંટણી પંચની સુચના આદેશની માંગણી અરજી સોમવારે ફગાવી દેવામાં આવી હતી.
ન્યાયમૂર્તિ એસ.કે.કૌલ અને ન્યાયમૂર્તિ અભય એસ.ઓકા એ અરજદારને ચૂંટણીપંચ સમક્ષ અરજી દાખલ કરવા જણાવ્યું હતું. બેન્ચે જણાવ્યું કે, આ અરજી દાખલ કરવા માટે યોગ્ય સ્થાન નથી. મને લાગી રહ્યું છે કે આ અરજી ખોટી છે. આ અરજીમાં આ કોર્ટે આગાઉના નિર્ણયને લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. અરજદાર ચૂંટણી પંચનો સંપર્ક કરી શકે છે. અરજી ફગાવી દેવામાં આવે છે વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ભારતના ચૂંટણીપંચને નિર્દેશ કરવા માટે વિનંતી કરવામાં આવી અને પ્રત્યેક નેતાની વેબસાઈટ સિવાય ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ પર જાણકારીઓને પ્રસિદ્ધ કરે અને આ નિર્દેશોનું ઉલ્લંધન કરતી પાર્ટીઓના અધ્યક્ષની વિરુદ્ધ અવમાનનો ગુનો નોંધવામાં આવે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમાજવાદી પાર્ટી દ્વારા ઉત્તરપ્રદેશના કૈરાના વિધાનસભાના મતવિસ્તારના કથિત ગેંગસ્ટર નાહીદ હસનને ઉમેદવાર બનાવ્યા બાદ આ અરજી દાખલ કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટી એ ન તો હસનના અપરાધિક રેકોર્ડ ઇલેક્ટ્રોનિક ,પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત કર્યું કે ન તો તેમને ઉમેદવાર બનાવવાનું કારણ જણાવ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.