ધોરણ ૧૦ અને ૧૨ના બાકીના ૨૯ વિષયની પરીક્ષા તો યોજાશે જ : CBSE

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી. CBSEએ કહ્યું છે કે લૉકડાઉનના કારણે અધવચ્ચે સ્થગિત થઈ જવાને કારણે ૧૦મા અને ૧૨માના જે વિષયોની પરીક્ષાઓ ન લેવાઈ શકી તેને હાલ રદ કરવામાં આવી નથી. સીબીએસઈએ બુધવારે કહ્યું કે બાકીના વિષયોની પરીક્ષાઓ યોજવાનો નિર્ણય ૧ એપ્રિલે લેવાયો હતો અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. બાકીના તમામ ૨૯ વિષયોની પરીક્ષાઓનું આયોજન કરાશે.

સીબીએસઈ સચિવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે ૧ એપ્રિલના સર્ક્યુલર અનુસાર ૧૨માની પરીક્ષા લૉકડાઉન હટવા અને આગળની સ્થિતિના હિસાબે પ્લાન કરાશે. પરીક્ષાનું આયોજન ક્યારે થશે તેની માહિતી ૧૦ દિવસ પહેલાં અપાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.