વડાપ્રધાને કહ્યું- મારું આવવાનું સ્વાભાવિક હતું, કેમકે-રામકાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ, સદીઓનો સંકલ્પ પૂરો થયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન પછી સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે, અહીં મારું આવવું સ્વાભાવિક હતું. કેમકે રામ કાજ કિજે બિના મોહિ કહાં વિશ્રામ. ભારત આજે ભગવાન ભાસ્કરના સાનિધ્યમાં સરયુના કિનારે એક સ્વર્ણિમ અધ્યાય રચાઈ રહ્યો છે. સોમનાથથી કાશી વિશ્વનાથ, બોધગયાથી સારનાથ સુધી, અમૃતસરથી પટના સહિત સુધી, લક્ષદ્વીપથી લેહ સુધી આજે સમગ્ર ભારત રામ મય છે.

પહેલા પ્રભુ રામ અને માતા જાનકીને યાદ કરી લો. સિયાવર રામચંદ્રની જય, જય શ્રી રામ. આજે આ જયઘોષ ફકર સીતારામની નગરી આયોધ્યામાં જ સાંભળવા નથી મળતી, આની ગૂંજ સમગ્ર વિશ્વભરમાં સંભળાઈ રહી છે. દરેક દેશવાસીઓ અને દુનિયાભરમાં રહેતા કરોડો-કરોડો ભારતના ભક્તોને, રામભક્તોને આજે આ પવિત્ર અવસર પર કોટી-કોટી અભિનંદન. આ મારું સૌભાગ્ય છે કે રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મને બોલાવ્યો અને મને આ ઐતિહાસિક પળનો સાક્ષી બનવાનો અવસર આપ્યો. હું હૃદયપૂર્વક ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છુ.

 

આજે સમગ્ર દેશ આનંદિત છે, દરેકનું મન દીપમય છે. આજે સમગ્ર ભારત ભાવુક છે. સદીઓની પ્રતીક્ષા આજે સમાપ્ત થઇ છે. કરોડો લોકોને આજે વિશ્વાસ થઇ રહ્યો નહિ હોય કે તેઓ જીવતે જીવ આ પાવન અવસરને જોઈ રહ્યા છે. વર્ષોથી ટેન્ટની નીચે રહેતા રામલલા માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને ફરી ઉભું થવું સદીઓથી ચાલી રહેલ આ ક્રમથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઇ છે.

અહીં આવતા પહેલાં મેં હનુમાન ગઢીના દર્શન કર્યા. રામના બધા કામ હનુમાનજી તો કરે છે. રામના આદર્શોની કલિયુગમાં રક્ષા કરવાની જવાબદારી હનુમાનજીની છે. શ્રીરામનું મંદિર અમારી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. જાણીજોઈને આધુનિક શબ્દનો ઉપયોગ કરુ છું. આપણી શાશ્વત આત્મા અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે. આ મંદિર કરોડો લોકોની સામૂહિક સંકલ્પ શક્તિનું પ્રતીક બનશે. આગામી પેઢીને આસ્થા, શ્રદ્ધા અને સંકલ્પની પ્રેરણા આ મંદિર આપે છે. આ મંદિર બન્યા પછી અયોધ્યાની ભવ્યતા વધવાની સાથે સાથે આ વિસ્તારનું સમગ્ર અર્થતંત્ર જ બદલાઈ ગયું છે. દરેક ક્ષેત્રે નવા અવસર બનશે.

આઝાદીની લડાઈમાં અનેક પેઢીઓએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું, ગુલામીના કાળખંડમાં એવો કોઈ સમય ન હતો, જ્યાં આઝાદી માટે આંદોલન ન થયું હોય. દેશનો કોઈપણ ભૂપ્રદેશ એવો ન હતો, જ્યાં આઝાદી માટે બલિદાન દેવામાં ન આવ્યું હોય. 15 ઓગસ્ટનો દિવસ તે અથાગ તપના લાખો બલિદાનનું પ્રતીક છે. આ સાથે તે જ પ્રમાણે રામ મંદિર માટે અનેક સદીઓ સુધી, અનેક પેઢીઓએ અખંડ અને અવિરત પ્રયાસ કર્યા. આજનો દિવસ તે જ તપ, ત્યાગ અને સંકલ્પનું પ્રતીક છે.

રામ આપણા મનમાં છે, આપણી અંદર ભળી ગયા છે. આપણે કોઈપણ કામ કરવું હોય તો પ્રેરણા માટે ભગવાન રામની તરફ જ જોઈએ છીએ. આપ ભગવાન રામની અદ્દભુત શક્તિ જુઓ, ઇમારતો નષ્ટ થઇ ગઈ, શું શું નથી કરવામાં આવ્યું, અસ્તિત્વને નાબૂદ કરવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ રામ આજે પણ આપણા મનમાં વસે છે. આપણી સંસ્કૃતિના આધાર છે. શ્રીરામ ભારતની મર્યાદા છે, શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે. આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર શ્રીરામના ભવ્ય-દિવ્ય રામ મંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.