દેશમાં સંક્રમિતોની સંખ્યા 9.39 લાખ કેસ, અત્યાર સુધી 24,315 લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6741 દર્દી વધ્યા અને 213 લોકોના મોત.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં સંક્રમિતોની સંખ્યા 9 લાખ 39 હજાર 192 થઈ ગઈ છે. અત્યાર સુધી 5 લાખ 93 હજાર 80 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 3 લાખ 19 હજાર 703 લોકોની સારવાર ચાલી રહી છે. 24 હજાર 315 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. તો આ તરફ બિહારમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બુધવારે બિહારમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલ સંક્રમિત મળ્યા હતા. આ સાથે બે દિવસમાં ભાજપ ઓફિસમાં 25 લોકો પોઝિટિવ મળ્યા હતા. સંજયની પત્ની મંજૂ ચૌધરી અને માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તમામ હોમ ક્વોરન્ટિનમાં છે. સંજય જાયસવાલ પાર્ટી ઓફિસમાં ઘણા કાર્યક્રમોમાં જોડાયા હતા. સાથે જ રાજભવન પરિસરમાં પણ 20 લોકો સંક્રમિત મળ્યા છે.

મંગળવારે દેશમાં 29 હજાર 917 દર્દી વધ્યા હતા. જે એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 13 જુલાઈ સૌથી વધુ 28 હજાર 178 કેસ સામે આવ્યા હતા. તો આ તરફ દિલ્હીમાં સ્થિતિ સારી થઈ રહી છે. એક મહિનામાં દિલ્હીમાં સાજા થતા દર્દીઓ 44% વધી ગયા છે.

ઉત્તરપ્રદેશમાં 31 જુલાઈ સુધી પૂર્ણ લોકડાઉનની અટકળો લગાવાઈ રહી છે. આ સાછે જ બુધવારે રાજ્યના અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થીએ આ વાતને ફગાવતા કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં 31 જુલાઈ સુધી પૂર્ણ લોકડાઉન કરવાની કોઈ યોજના નથી. 31 જુલાઈ સુધી માત્ર વીકેન્ડ લોકડાઉન જ લાગુ રહેશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે ટ્વિટ કરીને કહ્યું કે, રાજ્યમાં આવતી કાલે(16 જુલાઈ)થી લોકડાઉન લાગુ કરવાના સમાચાર ખોટા છે. આ અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી.

aમહારાષ્ટ્રમાં લોકડાઉનનો બીજો તબક્કો 18 જુલાઈથી 23 જુલાઈ સુધી રહેશે. આ દરમિયાન મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને ડેરી જેવી જરૂરી સેવા ચાલુ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.