દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 15.35 લાખ કેસ, મૃતકોનો આંકડો 34 હજારને પાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી. દેશમાં કોરોના દર્દીઓનો આંકડો મંગળવારે 15 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધી 15 લાખ 35હજાર 335 લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે.તો આ તરફ બિહારમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા લોકડાઉન 16 દિવસ વધારવાનો નિર્ણય કરાયો છે. જે 1લી ઓગસ્ટથી લાગુ થશે.

દિલ્હી પછી મુંબઈમાં પણ સીરો સર્વે થયો છે. જેનાથી ખબર પડે છે કે શહેરની ઝૂંપડપટ્ટીમાં 57% લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. સીરો સર્વેમાં વ્યક્તિના શરીરમાં એન્ટીબોડીની હાજરી અંગેની ખબર પડી શકે છે. જો એન્ટીબોડી મળે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ કાતો સંક્રમતિ છે અથવા તો સંક્રમિત થઈને સાજા થઈ ચુક્યા છે. મુંબઈમાં ઝૂંપડપટ્ટી સિવાયના અન્ય વિસ્તારમાં 16% લોકોમાં એન્ટીબોડી મળ્યા છે.

મુંબઈમાં ત્રણ મહિના પછી એક દિવસમાં સૌથી ઓછા કેસ સામે આવ્યા. રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.સોમવારે અહીંયા 8776 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી માત્ર 700નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. શહેરમાં ડબલિંગ રેટ હવે વધીને 68 દિવસ અને રિકવરી રેટ 73% થઈ ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.