કાતિલ ઠંડી વચ્ચે નવા વર્ષનો આરંભ થશે, દિલ્હીમાં તાપમાન 3.5 ડીગ્રી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં નવા કેલેન્ડર વર્ષની શરૂઆત કાતિલ ઠંડીના મોજા સાથે થવાની ચેતવણી હવામાન વિભાગે ઉચ્ચારી છે. પાટનગર દિલ્હીમાં તાપમાન આજે જ નીચે સરકીને 3.5 ડીગ્રી થઇ ગયું હતું જે આવતીકાલે વધુ નીચે ઉતરવાની ચેતવણી આપવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિલ્હી સહિતના રાજ્યોમાં બર્ફીલા પવન સાથેની શીતલહેર પરાકાષ્ટાએ હોવાની શકયતા છે. દિલ્હીનું ન્યુનતમ તાપમાન 2 થી 3 ડીગ્રી રહી શકે છે. બીજી જાન્યુઆરી પછી આંશિક રાહત મળી શકે છે. 3 અને 4 જાન્યુઆરીના સામાન્ય ઝાપટા પડવાની શકયતા છે. પશ્ર્ચિમી હિમાલયથી ફુંકાતા ઠંડા પવન ધીમો વરસાદ વરસાવી રહ્યા છે સાથોસાથ ઉત્તર ભારતનું તાપમાન નીચે સરકી રહ્યું છે. 4 જાન્યુઆરીએ પશ્ર્ચિમી હિમાલય ક્ષેત્રમાં નવું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાવાની શક્યતા છે તેને કારણે ઝાપટા પડવાની શકયતા છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.