કાનપુરમાં ટ્રેન પલટી મારવાના કાવતરામાં આ ખતરનાક આતંકવાદી સંગઠનનું નામ સામે આવ્યું
તાજેતરમાં કાનપુરમાં LPG સિલિન્ડરથી પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ (14117)ને ઉડાવી દેવાનો મામલો સામે આવ્યો હતો. સુરભા એજન્સીઓ આ કાવતરાને લઈને એલર્ટ મોડ પર છે. મળતી માહિતી મુજબ, પ્રારંભિક તપાસમાં આ ઘટનામાં આતંકવાદી જોડાણના પુરાવા મળ્યા છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ સ્વ-કટ્ટરવાદી વ્યક્તિ છે.
તપાસ એજન્સીઓને કાનપુરમાં ટ્રેન ઉથલાવવાના કાવતરામાં ISISના ખોરાસન મોડ્યુલની સંડોવણી હોવાની શંકા છે. આ મોડ્યુલ સાથે જોડાયેલા આતંકવાદીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જેહાદી બનાવવામાં આવે છે એટલે કે તેમનું બ્રેઈનવોશ કરવામાં આવે છે. તેમને સોશિયલ મીડિયા દ્વારા બોમ્બ બનાવવા જેવી ટ્રેનિંગ આપવામાં આવે છે.
કાનપુરમાં રેલ્વે ટ્રેક પર જે પ્રકારની સામગ્રી મળી આવી છે તેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આરોપીઓ સ્વ-કટ્ટરવાદી હોઈ શકે છે. ISIS કમાન્ડર ફરતુલ્લા ઘોરી પાકિસ્તાનમાં બેસીને આતંકવાદ પર ઓનલાઈન ક્લાસ આપે છે. ફરતુલ્લાહ ઘોરીએ તાજેતરમાં જ પોતાની ઓડિયો ક્લિપ દ્વારા ભારતમાં ટ્રેનને પલટી મારવાનો આદેશ આપ્યો હતો.