ભારતીય નૌકાદળને મળશે વધુ 6 સબમરીન, ચીન તરફથી મળતા પડકારનો સામનો કરવાની તૈયારી, રક્ષા મંત્રાલયની મંજૂરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌસેના માટે છ પરંપરાગત સબમરીન બનાવવાની મંજૂરી આપી છે. એની કિંમત આશરે 43,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દેશમાં આ સબમરીન બનાવવા માટેના પ્રસ્તાવની વિનંતી ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. શુક્રવારે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસી)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એમાં, “પ્રોજેક્ટ-75 ઈન્ડિયા” હેઠળ છ સબમરીનના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવાની મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયે આશરે 6,800 કરોડ રૂપિયાનાં હથિયાર અને સાધનસામગ્રીની ખરીદી સંબંધિત પ્રસ્તાવોને પણ મંજૂરી આપી હતી. અન્ય એક મહત્ત્વના નિર્ણયમાં ડીએસીએ સશસ્ત્ર દળોને તાત્કાલિક ખરીદી માટેની સમયમર્યાદા 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. ડીએસી ખરીદી સંબંધિત નિર્ણય લેનારી મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા છે. આ નિર્ણય હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ભારતીય નૌકાદળ પાસે હાલમાં 15 સબમરીન છે. એના કાફલામાં તેની પાસે બે પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંત અને આઈએનએસ ચક્ર પણ છે. નેવી 24 નવી સબમરીન મેળવવાની યોજના ધરાવે છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીની જહાજોની વધતી ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની સબમરીન કામગીરી અને નૌકાદળના કાફલામાં સુધારો કરવો એ ભારતીય નૌકાદળની પ્રથમ પ્રાથમિકતા રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.