રામ-મંદિરનો પાયો 15 ફૂટ સુધી ખોદવામાં આવ્યો, ટ્રસ્ટના ખાતામાં પહોંચ્યા 1000 કરોડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર બનનારા મંદિર માટે 15 ફૂટ સુધીના પાયાનું ખોદકામ કરવામાં આવ્યું છે. બીજી તરફ, મંદિર નિર્માણ માટે નિધિ સંકલ્પ સંગ્રહ અભિયાન અંતર્ગત 15 જાન્યુઆરીથી અત્યારસુધીમાં 27 દિવસમાં લગભગ 1000 કરોડ રૂપિયાના ચેક ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. આ સિવાય પૈસા એકત્રિત કરનારા 37 હજાર કાર્યકર્તાઓની ટીમની પાસે પણ મોટી સંખ્યામાં ચેક પડ્યા છે. બેન્કોની હેડ ઓફિસમાં આ ચેક જમા કરાવવાની વ્યવસ્થા કરાઈ રહી છે.

આ દરમિયાન મંદિર માટે ડોનેશન એકત્રિત કરનાર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નિવેદન પર બબાલ શરૂ થઈ ગઈ છે. અખિલેશે રામમંદિર માટે ડોનેશન લેનારાઓને ચંદાજીવી કહ્યું હતું. તેની પર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે પ્રભુ રામ તેમને સદબુદ્ધિ આપે. ભગવાન રામમાં આસ્થા રાખનાર તમામ લોકો મંદિર માટે આર્થિક સહયોગ આપી રહ્યા છે, એને લઈને સમાજના કોઈપણ વર્ગમાં મતભેદ નથી.

મંદિરનો પાયો 40 ફૂટ ઊંડો હશે

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ્રના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે મંદિરનો પાયો 40 ફૂટ ઊડો હશે. મંદિર પરિસરમાં ભારે વાહનોની અવર-જવર માટે પશ્ચિમથી પૂર્વ તરફ 400 ફૂટ અને ઉત્તરથી દક્ષિણ તરફ 250 ફૂટની માટી હટાવવામાં આવી રહી છે.

સોમપુરાની ટીમે નિર્માણકાર્યની વ્યવસ્થા જોઈ

મંદિરના આર્કિટેક્ટ નિખિલ સોમપુરાએ તેમની ટીમની સાથે બુધવારે મંદિર નિર્માણ કાર્યશાળામાં કોતરવામાં આવેલા પથ્થરોનું નિરીક્ષણ કર્યું. ટીમે કાર્યશાળામાં કોતરવામાં આવેલા પથ્થરને નિર્માણની સાઈટ સુધી પહોંચાડવા અને બાકીના પથ્થરોને કોતરવા માટે 70 એકરના મંદિર પરિસરમાં નવી બનનારી કાર્યશાળાની તૈયારીની મુલાકાત પણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.