કોરોનાના સમયમાં સંસદનું પહેલું સત્ર, લોકસભાની કાર્યાવાહી આવતી કાલ સુધી સ્થગિત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોના મહામારી વચ્ચે 17મી લોકસભાનું ચોથું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે.આ વખતે ઘણો ફેરફાર જોવા મળ્યો છે. સંસદ પરિસરમાં એન્ટ્રીથી માંડી કાર્યવાહી સુધી કોરોનાની અસર જોવા મળી હતી. વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, સાંસદથી માંડી સંસદના કર્મચારી અને સિક્યોરિટી સ્ટાફ ફેસ માસ્ક પહેરીને અને સોશિયલ ડિસટન્સીંગનું પાલન કરતા જોવા મળ્યા હતા.

સંસદના એન્ટ્રી પોઈન્ટ પર ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું. ત્યારપછી તમામના કોવિડ ટેસ્ટનો રિપોર્ટ ચેક કરવામાં આવ્યો હતો. નેગેટિવ હોય તો જ અંદર જવાની મંજૂરી આપવામાં આવી છે. સત્રની શરૂઆતના પહેલા લગભગ 4000 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં સાંસદ,તેમના સ્ટાફ, સંસદના કર્મચારી અને સિક્યોરિટી પર્સનલ પણ સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.