અંતિમ મહામારી નહીં હોય કોરોના વાઈરસ, દુનિયાએ રહેવુ પડશે તૈયાર, WHO પ્રમુખ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેસિયસે રવિવારે કહ્યુ કે કોરોના વાઈરસ સંકટ અંતિમ મહામારી નથી અને માનવ સ્વાસ્થ્યમાં સુધારના પ્રયાસ, જલવાયુ પરિવર્તન અને પશુ કલ્યાણના પડકારોથી છુટકારો મેળવ્યા સિવાય તમામ પ્રયાસ બેકાર છે.

ઘેબ્રેસિયસે રવિવારે પહેલા આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસના અવસરે એક વીડિયો સંદેશમાં મહામારી પર રૂપિયા ફેંકવા પરંતુ આગામી મહામારીથી છુટકારો મેળવવાની તૈયારી ન કરવા માટે દુનિયાભરના દેશોની ટીકા કરી. WHOના ડાયરેક્ટરે કહ્યુ કે આ કોવિડ-19 મહામારીથી શીખ શીખવાનો સમય છે.

તેમણે કહ્યુ કે ઘણા લાંબા સમય માટે દુનિયાએ આતંક અને ઉપેક્ષાના એક ચક્ર પર કામ કર્યુ છે. અમે એક પ્રકોપ પર પૈસા ફેંકીએ છીએ અને જ્યારે આ ખતમ થઈ જાય છે તો અમે આના વિશે ભૂલી જઈએ છીએ અને આવનારને રોકવા માટે કંઈ પણ કરતા નથી. આ ખતરનાક રીતે અદૂરદર્શી અને સમજવામાં મુશ્કેલ છે.

સ્વાસ્થ્ય તૈયારીઓ માટે વિશ્વ તત્પરતા પર વૈશ્વિક તૈયારી મોનિટરિંગ બોર્ડની સપ્ટેમ્બર 2019ની પહેલી વાર્ષિક રિપોર્ટ પ્રકાશિત થઈ હતી. આના કેટલાક મહિના બાદ દુનિયામાં કોરોના વાઈરસનો પ્રકોપ ફેલાયો, જ્યારે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે દુનિયા સંભવિત વિનાશકારી મહામારી માટે તૈયાર નથી. ટેડ્રોસે કહ્યુ, ઈતિહાસ આપણને જણાવે છે કે આ અંતિમ મહામારી નહીં હોય અને મહામારી જીવનનું એક તથ્ય છે.

મહામારીએ મનુષ્ય, જાનવર અને ધરતીના સ્વાસ્થ્ય વચ્ચે અંતરંગ સંબંધોને ઉજાગર કર્યા છે. માનવ સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવાના કોઈ પણ પ્રયાસને ત્યાં સુધી નજરઅંદાજ કરવામાં આવે છે જ્યાં સુધી કે તે મનુષ્ય અને જાનવરો વચ્ચે મહત્વપૂર્ણ ઈન્ટરફેસને સંબોધિત કરતા નથી અને જલવાયુ પરિવર્તનને સંભવિત જોખમ અમારી પૃથ્વીને ઓછી રહેવાની યોગ્ય બનાવે છે.

એએફપી દ્વારા સંકલિત અધિકારિક સૂત્રો અનુસાર ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં સામે આવેલા કોરોના વાઈરસના કારણે અત્યાર સુધી 17,64,621 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 8,07,17,733 કેસ સામે આવ્યા છે. ટેડ્રોસે કહ્યુ, ગત 12 મહિનામાં અમારી દુનિયા ઉલટી થઈ ગઈ છે. મહામારીનો પ્રભાવ સમાજ અને અર્થવ્યવસ્થાઓ પર પડ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.