ભાજપ, AAP અને કોંગ્રેસના ઉમેદવારોનું નક્કી થશે ભાવિ, હાલ આપ આગળ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મત ગણતરી શરુ x

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું અને આ ચૂંટણીના પરિણામો આજે સવારે 8 વાગ્યાથી આવવાનું શરૂ થઈ જશે. MCD ચૂંટણી માટે 1349 ઉમેદવારો મેદાનમાં હતા. આ બધાના ભાવિનો આજે નિર્ણય થવાનો છે. છેલ્લા 15 વર્ષથી MCD પર શાસન કરી રહેલ ભાજપ આ વખતે એક્ઝિટ પોલમાં ખૂબ પાછળ છે. એક્ઝિટ પોલ પ્રમાણે હવે MCDમાં પણ AAPની સરકાર બનવા જઈ રહી છે.
MCD પરિણામોની સંપૂર્ણ માહિતી
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની ચૂંટણી માટે મતોની ગણતરી ટૂંક સમયમાં શરૂ થઇ ચુકી છે. દિલ્હી રાજ્ય ચૂંટણી પંચે મત ગણતરી હાલમાં 8 વાગ્યે શરૂ કરી દીધી છે. આજે ભાજપ, AAP અને કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણો ટૂંક સમયમાં આવવાનું શરૂ થશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. તેના પ્રારંભિક વલણોમાં, AAP 9 બેઠકો પર આગળ છે. જોરદાર ટક્કર આપતાં ભાજપ 4 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ એક બેઠક પર આગળ છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 194 સીટોનો ટ્રેન્ડ આવી ગયો છે. પરિણામો ખૂબ જ ઝડપથી બહાર આવી રહ્યા છે. ભાજપ 90 સીટો પર આગળ છે અને બીજા નંબર પર છે. આપ હાલ 100 સીટો પર પહેલા સ્થાન પર છે.
MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 102 સીટો પર આગળ છે. બીજી તરફ ભાજપ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ભાજપ 128 સીટો પર આગળ છે. આ સિવાય કોંગ્રેસ માત્ર 4 સીટો પર આગળ છે. હાલ ભાજપ પ્રથમ સ્થાન પર જોવા મળી રહી છે.
આમ આદમી પાર્ટીએ નવો નારો આપ્યો છે. આમ આદમી પાર્ટીનું સૂત્ર છે ‘અચ્છે હોંગે ​​5 સાલ, MCDમાં પણ કેજરીવાલ’. MCDના ઈલેક્શનના એક્ઝિટ પોલના આંકડાઓમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી રહી છે. હાલ ભાજપ એક સીટથી આપ કરતા આગળ જોવા મળી રહી છે.
આમ આદમી પાર્ટી ફરી એકવાર આગળ વધી છે. હવે આમ આદમી પાર્ટી 124 સીટો પર આગળ છે. જ્યારે બીજેપી 116 સીટો પર પહોંચી ગઈ છે. જયારે કોંગ્રેસ હાલમાં 6 સીટો પર જ આગળ જોવા મળે છે.
અમારા મેયર બનશે: બીજેપી નેતા હરીશ ખુરાના
ભાજપના નેતા હરીશ ખુરાનાએ કહ્યું કે આ ચૂંટણીમાં તેમની પાર્ટી જ જીતશે. તેમણે કહ્યું કે અમે કચરાના નિકાલ માટે કામ કરી રહ્યા છીએ. કોરોનાના સમયમાં પણ આ કામ થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.