ખેડૂત સિંધુ બોર્ડર પરથી હટવા તૈયાર નથી, પોલીસે કહ્યું-બુરાડી મેદાન જશો તો અમે છોડીશું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ખેતી સાથે જોડાયેલા કાયદા વિરુદ્ધ પંજાબ-હરિયાણાના હજારો ખેડૂતો દિલ્હી સિંધુ અને ટિકરી બોર્ડર પર અડગ છે. કેન્દ્ર સરકાર તરફથી વાતચીતના પ્રસ્તાવ છતા તેમનો વિરોધ યથાવત છે. હાલ સિંધુ બોર્ડર પર ખેડૂતોની એક બેઠક ચાલી રહી છે. જેમાં કેન્દ્રના પ્રસ્તાવ અંગે નિર્ણય લેવાશે.

આ પહેલા ખેડૂતોએ કહ્યું હતું કે, તે સિંધુ બોર્ડર પર જ પોતાનો વિરોધ ચાલું રાખશે અને ક્યાંય નહી જાય. પોલીસ અધિકારીઓએ તેમની સાથે વાતચીત કરી અને તેમને દિલ્હીના બુરાડી મેદાનમાં જવા માટે કહ્યું. બુરાડીમાં ખેડૂતોનું એક ગ્રુપ પહેલાથી ધામા નાખીને બેઠું છે.

તો આ તરફ ઉત્તર પ્રદેશના ખેડૂત પણ રવિવારે સવારે દિલ્હી-ગાજીપુર બોર્ડર પર ભેગા થયા. આ તમામ ભારતીય ખેડૂત યુનિયનના બેનર હેઠળ અહીંયા આવ્યા છે. તે કૃષિ કાયદા વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવવા માટે સંસદ ભવન જવા માટે જીદે ચડ્યાં છે.

આ બધાની વચ્ચે પૂર્વ દિલ્હીના એડિશનલ ડિસીપી મંજીત શ્યોરાણે ગાઝિયાબાદમાં ભેગા થયેલા લગભગ 200 ખેડૂતો સાથે વાત કરી. ડીસીપીએ જણાવ્યું કે, ખેડૂતો સાથે વાતચીત ચાલી રહી છે. ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે અમે તેમને બુરાડી મોકલવા માટે તૈયાર છીએ. તેમણે હજુ સુધી આની પર નિર્ણય નથી લીધો. જો તે તૈયાર છે તો અમે તેમને બુરાડી મેદાન સુધી લઈ જશું.

ખેડૂતોના જમાવડાને ધ્યાનમાં રાખતા દિલ્હી-હરિયાણા બોર્ડર પર મોટી સંખ્યામાં સિક્યોરિટી ફોર્સ તહેનાત છે. શનિવાર સાંજે આંદોલનકારીઓએ હાઈવે પર તંબૂ લગાવવાનું શરૂ કર્યું. સાથે જ પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો પણ આવી રહ્યાં છે.

ખેડૂતોના જમાવડાને ધ્યાનમાં રાખતા દિલ્હી-હરિયાણા બોર્ડર પર મોટી સંખ્યામાં સિક્યોરિટી ફોર્સ તહેનાત છે. શનિવારે સાંજે આંદોલનકારીઓએ હાઈવે પર તંબૂ લગાવવાનું શરૂ કરી દીધું. સાથે જ પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતોનું પણ આવવાનું ચાલું રહ્યું.

ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શનિવારે ખેડૂતોને તેમનો વિરોધ પાછો લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આ આંદોલન કોંગ્રેસનું રચેલું કાવતરું છે.
એક ખેડૂતનો દીકરો હોવાના સંબંધે, હું દેશ અને ઉત્તરપ્રદેશના ખેડૂતોને કહેવા માંગું છું કે કોંગ્રેસ તમારી ભાવનાઓ સાથે રમત કરી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, સરકાર વાતચીત માટે નક્કી દિવસ 3 ડિસેમ્બરથી પહેલા પણ ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે અપીલ કરી હતી કે ખેડૂત દિલ્હીના બહારના વિસ્તાર બુરાડીમાં નિરંકારી સમાગમ ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરે. આ અંગે ખેડૂતોએ કહ્યું કે, સરકારને ખુલ્લા દિલે આગળ આવવું જોઈએ, શરતો સાથે નહીં.

ભારતીય કિસાન યૂનિયનના પંજાબ પ્રેસિડન્ટ જગજીત સિંહે કહ્યું કે, અમે રવિવારે સવારે મીટિંગ પછી આ પ્રસ્તાવ અંગે કોઈ નિર્ણય લેશું. અમિત શાહે શરત રાખીને ઝડપથી બેઠક કરવાની અપીલ કરી છે.આ સારુ નછી. તેમને કોઈ પણ પ્રકારની શરત વગર ખુલ્લા દિલથી વાતચીત રજુ કરવી જોઈએ. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, વિરોધ રામલીલા મેદાન થાય છે. તો પછી અમારે ખાનગી જગ્યા નિરંકારી ભવનમાં શા માટે જવું જોઈએ? અમે આજે અહીંયા જ રહીશું

ખેડૂત આંદોલનનું કારણ હાઈવેનો નજારો મિની પંજાબ જેવો થઈ ગયો છે. ટ્રોલિઓનું જ ખેડૂતોએ ઘર બનાવી લીધું છે. અહીંયા જમવાનું બની રહ્યું છે તો અહીંયા જ નાહવા ધોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઠેર ઠેર લંગર લાગ્યા છે. ઘરના લોકો ધરણા પર બેઠા છે. જમવાનું બનાવનાર જમવાનું બનાવી રહ્યાં છે. બધાને અલગ અલગ જવાબદારી સોંપી દેવાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.