ફેમિલી કોર્ટે આપ્યો અનોખો નિર્ણય, પતિને દર મહિને 2000 રૂપિયા ચુકવવા પત્નીને આદેશ

ગુજરાત
ગુજરાત

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ફેમિલિ કોર્ટે એક મોટો નિર્ણય કરતા પત્નીને આદેશ કર્યો છે કે તે પતિને ઘર ચલાવવા માટે રૂપિયા આપે. જો કે, પતિ કોર્ટના આ નિર્ણયથી સમગ્ર રીતે સંતુષ્ટ નથી. તેનું કહેવું છે કે, પત્નીનું પેન્શનનો 1/3 ભાગ તેને મળવો જોઈતો હતો.

લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે થયો હતો વિવાદ

ખતૌલી વિસ્તારમાં રહેતા કિશોરી લાલ સોહંકારના 30 વર્ષ પહેલા કાનપુરની રહેનારી મુન્ની દેવીની સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે વિવાદ થયો. તે બાદ લગભગ 10 વર્ષથી કિશોરી લાલ અને મુન્ની દેવી અલગ અલગ રહે છે. તે સમયે પત્ની મુન્ની દેવી કાનપુરમાં સ્થિત ઈન્ડિયન આર્મીમાં ચોથી ક્ષેણીની કર્મચારી હતી. થોડા સમય પહેલા જ કિશોરી લાલની પત્ની મુન્ની દેવી રિટાયર્ડ થઈ ગઈ છે. તે બાદ મુન્ની દેવી પોતાના 12 હજારના પેન્શનમાં પોતાનું ગુજરાન ચલાવી રહી છે. કિશોરી લાલ પણ ખતૌલીમાં રહીને ચા વેચવાનું કામ કરે છે.

7 વર્ષ પહેલા પતિએ દાખલ કરી હતી ફરિયાદ

સાત વર્ષ પહેલા કિશોરી લાલે પોતાની દયનીય હાલતના કારણે મુઝફ્ફરનગરની ફેમિલી કોર્ટમાં ગુજરાન ચલાવવા માટે એક અરજી દાખલ કરી હતી. તેમાં ફેમિલી કોર્ટે નિર્ણય આપતા કહ્યું છે. પત્ની મુન્ની દેવીએ પતિ કિશોરી લાલ સોહંકારને 2 હજાર રૂપિયા ગુજરાન ભથ્થુ દેવાનો આદેશ જાહેર કર્યો છે. જો કે, કોર્ટના આ નિર્ણયથી કિશોરી લાલ સોહંકાર સંતુષ્ટ નથી. કિશોરી લાલનું કહેવું છે કે, લગભગ 9 વર્ષ બાદ કોર્ટનો નિર્ણય આવ્યો છે. લોકો પાસેથી પૈસા લઈને કેસ લડી રહ્યાં છીએ. લોકડાઉનમાં આસપાસમાંથી પૈસા માંગીને પોતાની સારવાર કરાવી હતી. ક્યારેક સ્વાસ્થ રહે છે તો ચાની દુકાન ખોલે છે. પરંતુ હવે તે દુકાને જઈ શકતા નથી. લગભગ 20 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે.

કિશોરી લાલ નિર્ણયથી નારાજ

કિશોરી લાલે જણાવ્યું કે, વર્ષ 2013થી આ કેસ કોર્ટમાં છે. જ્યારે હવે 2000 પ્રતિમાસ ગુજરાન ચલાવવા માટે રૂપિયા આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે 9 વર્ષમાં જે કેસ લડ્યો તેનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કાયદો એ છે કે એક તૃતિયાંશ ગુજરાન ભથ્થુ મળવું જોઈએ જ્યારે મને 2000 પ્રતિમાસ મળ્યું છે. કિશોરી લાલે કહ્યું કે તેની પત્નીનું પેન્શન 12000 પ્રતિમાસથી વધારે છે. આવનારા સમયમાં મારી સ્થિત વધારે ખરાબ થશે. હું સારવાર પણ નહીં કરાવી શકું.

પતિ પત્નીને ભેગા રહેવાનો આપી ચુકી છે આદેશ

કિશોરી લાલ સોહંકારના વકીલ બાલેશ કુમાર તાયલે જણાવ્યું કે, આ કેસ ફેમિલી કોર્ટમાં પેન્ડીગ હતો. કિશોરી લાલે સેક્શન 9માં પ્રેસ્ટીઝ ઓફ કન્ઝ્યુમર રાઈટ્સ હેઠળ કેસ દાખલ કર્યો હતો. સેક્શનમાં 25 હિંદુ એક્ટ હેઠળ આ કેસ લગભગ સાતથી આઠ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. પહેલો કેસ નક્કી થયા બાદ આ નિર્ણય આવ્યો છે. તેણે જણાવ્યું કે, વિપક્ષી પાર્ટીની કુલ ઈનકમ 12 હજાર રૂપિયા મહિને છે. વાદી કિશોરી લાલ ચા વેચીને ગુજરાન ચલાવે છે. દિલચસ્પ વાત તો એ છે કે, બંનેના છુટાછેડા થયા નથી. જ્યારે આ કોર્ટમાં પહેલા બંનેની સાથે રહેવાનો આદેશ આપી ચુકી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.