હિંમતનગરના હમીરગઢ રેલ્વે અન્ડર પાસ નાળામાં આખી ST બસ જ ડૂબી ગઈ
રાજ્યના કેટલાંક ભાગોમાં હાલમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદનાં કારણે હિંમતનગરના હમીરગઢ રેલ્વે અન્ડર પાસના પાણી ભરેલા નાળામાં આખી ને આખી ST બસ ડૂબી ગઈ છે. મહત્વની વાત તો એ છે કે આ બસમાં અન્ય કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના થતાં બચી ગઈ હતી. જો કે, બસનાં ચાલક અને કંડકટરનો આબાદ બચાવ થયો છે. બસ ડૂબી જતા આજુબાજુનાં લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ભારે જહેમત બાદ દોરડા નાખી ડ્રાઈવર અને કંડકટરને બહાર કાઢ્યા હતા.