હોમ-ઓટો સહિતની લોનના EMI હાલમાં નહીં ઘટે, RBIએ રેપો રેટ સ્થિર રાખ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ શુક્રવારે ધિરાણ નીતિની જાહેરાત કરી છે. સતત સાતમી વખત આરબીઆઈએ પ્રમુખ વ્યાજ દરમાં કોઈ બદલાવ નથી કર્યો. આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસના જણાવ્યા મુજબ કોરોનાની બીજી લહેરથી દેશના અર્થતંત્રની કળ હજી સુધી વળી નથી અને તેને પગલે સાવચેતીભર્યું વલણ અનિવાર્ય છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બે દિવસની બેઠક બાદ ચાવીરૂપ રેપો રેટને 4 ટકાએ યથાવત્ રાખવામાં આવ્યો છે તેમજ રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકાએ જાળવી રખાયો છે.

કોરોનાકાળમાં આરબીઆઈએ છેલ્લે 22 મે 2020ના રોજ ધિરાણ નીતિમાં ફેરફાર કર્યો હતો હતો. માગ વધારવાના હેતુથી વ્યાજ દર ઘટાડીને ઐતિહાસિક તળિયે લઈ જવાયા હતા. આ વખતે એમપીસીએ અર્થતંત્રમાં સુધારાને હજુ સમય લાગશે તેવા આશયથી વ્યાજકર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે.

આરબીઆઈએ વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં કરતા હોમ, ઓટો સહિતની લોનના વ્યાજદરમાં રાહત મળવાની લોકોની આશા પર પાણી ફરી વળ્યુ હતું. શક્તિકાંત દાસના મતે એમપીસીએ સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. આરબીઆઈએ ગ્રોથને વધુ મજબૂત કરવા તેમજ મોંઘવારીને નિર્ધારિત લક્ષ્ય સુધી મર્યાદિત રાખવાના હેતુથી આ પગલું લીધું હોવાનું ગર્વનરે જણાવ્યું હતું.

એમપીસીએ 31 માર્ચ 2026 સુધી વાર્ષિક ફુગાવાના દરને 4 ટકા સુધી જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં ઉપર તરફ 6 ટકા અને નીચેમાં 2 ટકા સુધીની વધઘટ જોવા મળી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.