‘એ દિવસ દૂર નથી જ્યારે PM તમામ રાજ્ય સરકાર ચલાવશે’
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 23 જૂને પટનામાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં કેન્દ્રના વટહુકમ પર ચર્ચા થાય તે માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે.
સીએમ કેજરીવાલ સતત અનેક વિપક્ષી પાર્ટીઓને અરજી કરી ચૂક્યા છે કે, 23 જૂનના રોજ દિલ્હીના વટહુકમ પર જરૂર ચર્ચા થાય. તે માટે કેજરીવાલે બુધવારે વિપક્ષી પાર્ટીઓને એક પત્ર પણ લખ્યો છે.
આ પત્રમાં કેજરીવાલે આગ્રહ કર્યો કે, 23 જૂન 22023ના રોજ બિહારમાં વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં વટહુકમને સંસદમાં હરાવવા મુદ્દે સૌથી પહેલી ચર્ચા થવી જોઈએ.
કેજરીવાલે આગળ લખ્યું કે, દિલ્હીનો વટહુકમ એક પ્રયોગ છે જો આ પ્રયોગ સફળ થયો તો કેન્દ્ર સરકાર બિન-ભાજપા રાજ્યો માટે આવા જ વટહુકમો લાવીને રાજ્ય સરકારનો અધિકાર છીનવી લેશે.
દિલ્હીના સીએમ એ આગળ કહ્યું કે, એ દિવસ દૂર નથી જ્યારે વડા પ્રધાન 33 રાજ્યપાલો અને LGના માધ્યમથી તમામ રાજ્ય સરકાર ચલાવશે.