ચંદ્રયાન-૩નો ખર્ચ ફિલ્મ બાર્બી-આરઆરઆર કરતા પણ ઓછો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, ભારતના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-૩નું લેન્ડર આજે સાંજે તેના નિર્ધારિત સમયે ૬ઃ૦૪ વાગ્યે ચંદ્ર પર ઉતરશે. ચંદ્રયાન-૩ના લેન્ડરને સોફ્ટ લેન્ડિંગમાં ૧૫થી ૧૭ મિનિટ લાગશે. આ સમયગાળો ‘૧૫ મિનિટ ઓફ ટેરર’ કહેવાય છે. જો ચંદ્રયાન-૩ મિશન સફળ થશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર લેન્ડ કરનાર પ્રથમ દેશ બની જશે. ચંદ્ર પરના આટલા મોટા મિશનનો ખર્ચ પણ ઘણો વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે ઈસરોના આ મિશનની કિંમત બાર્બી, આરઆરઆર, અવતાર અને ઓપેનહાઈમર જેવી ફિલ્મો કરતા પણ ઓછી છે.

ચંદ્રયાન-૩ મિશનને પૂર્ણ કરવા માટે ૭૦૦ કરોડ રૂપિયાથી ઓછો ખર્ચ થયો છે. આ રકમ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ઓપેનહાઈમરના બજેટ કરતા ઓછી છે. ફિલ્મ ઓપેનહાઈમર બનાવવાનો ખર્ચ લગભગ ૮૩૦ કરોડ રૂપિયા હતો. આ ઉપરાંત ફિલ્મ બાર્બી ૧૨૦૦ કરોડ રૂપિયામાં બની હતી, જે ચંદ્રયાન ૩ની કિંમત કરતા લગભગ બમણી હતી. ચંદ્રયાન-૩ મિશન પરના ખર્ચની વાત કરીએ તો ઈસરોએ પ્રારંભિક ખર્ચ ૬૦૦ કરોડ રૂપિયાનો અંદાજ મૂકયો હતો. આ મિશનને ૬૧૫ કરોડ રૂપિયામાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. એટલે કે આપણું અવકાશયાન પૃથ્વી પર ફિલ્મ બનાવવાના ખર્ચ કરતાં ઘણા ઓછા ખર્ચે ચંદ્ર સુધી પહોંચી રહ્યું છે.

ચંદ્રયાન-૧ ચીનના મૂન મિશન કરતાં અઢી ગણું સસ્તું હતું. આ મિશન પર કુલ ૭૬ મિલિયન ડોલર ખર્ચવામાં આવ્યા હતા. ચંદ્રયાન-૧ ૨૨ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ૨૮ ઓગસ્ટ ૨૦૦૯ સુધી કામ કરતું હતું. ચંદ્રયાન-૧એ માત્ર ચંદ્ર પર પાણી હોવાનો પુરાવો આપ્યો હતો. આ દરમિયાન ચીનના ચાંગ-ઇ-૧ની કિંમત ૧૮૦ મિલિયન ડોલર હતી. આ પછી વર્ષ ૨૦૧૯માં ચંદ્રયાન-૨ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-૨ની કિંમત હોલીવુડની ફિલ્મ અવતાર અને એવેન્જર્સ એન્ડગેમ કરતા ઓછી હતી. આ સમગ્ર મિશનનો કુલ ખર્ચ ૯૭૮ કરોડ રૂપિયા હતો. જો કે આ મિશન નિષ્ફળ ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.