શ્રીનગરમાં ઠંડીએ 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન માઈનસ 8.8 ડિગ્રી પર પહોંચ્યુ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તર ભારતના અને હિમાલયના પહાડી વિસ્તારોમાં ચાલી રહેલા કોલ્ડ વેવની અસર છેક ગુજરાત સુધી દેખાઈ રહી છે.

બીજી તરફ કાશ્મીરમાં શ્રીનગરમાં ઠંડીએ 30 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.શનિવારે રાતે શ્રીનગરમાં માઈનસ 8.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.જે 1991 બાદ સૌથી ઓછુ તાપમાન છે.આ પહેલા 1991માં તાપમાનનો પારો માઈનસ 11.8 ડિગ્રી સુધઈ ગગડી ગયો હતો.છેલ્લા 38 વર્ષમાં 17 વખત એવુ બન્યુ છે કે, તાપમાન માઈનસ 8.8 ડિગ્રી અથવા તેના કરતા ઓછુ નોંધાયુ હોય.

કાશ્મીરમાં આ વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સંખ્યાબંધ વખત બરફ પડ્યો છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરી દરમિયાન હળવો બરફ પડશે.

કાતિલ ઠંડીના કારણે પાણીની પાઈપલાઈનોમાં પાણી જામી ગયુ છે અને જળાશયો પર પણ થીજી ગયા છે.આગલા કેટલાક દિવસો સુધી તાપમાન શૂન્યથી નીચે રહે તેવી શક્યતા છે.જોકે બરફવર્ષાની મજા લેવા માટે ટુરિસ્ટોની ભીડ ઉમટી રહી છે.હજી પણ મોટી સંખ્યામાં પર્યટકો આવે તેવી શકયતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.