કેન્દ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ બેન કરી, કહ્યું- આ એપથી દેશની સુરક્ષાને ખતરો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

કેન્દ્ર સરકારે મંગળવારે 43 મોબાઈલ એપ પર બેન મૂકી દીધો છે. કેન્દ્રએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 69A મુજબ આ બેન મૂક્યો છે. કેન્દ્રએ જણાવ્યું છે કે આ એપ એવી ગતિવિધીઓમાં વ્યસ્ત છે, જેનાથી દેશની એકતા, અખંડતા અને સુરક્ષાને જોખમ છે.

કેન્દ્રએ 4વાર વિવિધ એપ્સ સામે એક્શન લીધા

પ્રથમવાર સરકારે 29 જૂનના રોજ આજ કારણ દર્શાવીને 59 ચીનની એપ્સ પર બેન મૂક્યો હતો. આ નિર્ણય ગલવાન અથડામણ પછી લેવાયો હતો.

ત્યાર પછી 27 જૂલાઈના રોજ પણ 47 એપ પર બેન કર્યો હતો. લદ્દાખમાં તણાવ વધ્યા પછી અને ચીનના સૈનિકોની ઘૂસપેઠની કોશિશ પછી સરકારે આ નિર્ણય લીધો છે.

2 સપ્ટેમ્બરના રોજ પબજી સહિત 118 એપ્સ બેન કરી હતી. પબજીને 17.5 કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે.

આજે ફરી 43 મોબાઈલ એપને બેન કરી છે. તેની પાછળ સુરક્ષાનું કારણ આગળ ધરાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.