સિમેન્ટ ભરેલી ટ્રકે પાછળથી 15 વાહનોને ટક્કર મારી, 4 લોકોનાં મોત, 7 ઈજાગ્રસ્ત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

તામિલનાડુના ધર્મપુરી જિલ્લામાં ગોઝારો અકસ્માત થયો છે. આ અકસ્માત બેંગલુરુ-સાલેમ હાઈવે પર થોપ્પુર ઘાટ પાસે થયો છે. ટ્રાફિકમાં વાહનો ઉભા હોય છે ત્યારે સાલેમ તરફ જઈ રહેલી ટ્રક અચાનક પાછળથી ઘૂસી જાય છે. આ ટ્રક 12 કાર, મિનિ વેન, ટ્રક અને બાઈક સહિત 15 વાહનોને અડફેટે લે છે. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે, કેટલીક કાર ઊંધે માથે થઈ જતાં સાવ કૂરચો બોલી ગયો છે. આ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે જ્યારે 7 ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.