આવતા અઠવાડિયે કેસ એક કરોડને પાર કરશે, દર અઠવાડિયે ૧૦ લાખ કેસઃ WHO

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વોશિંગ્ટન : દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૯પ,ર૭,૦૯૯ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. કુલ ૪,૮૪,૯પ૬ લોકોનાં મોત નીપજયાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ એડહોનમે જણાવ્યું હતું કે કોરોનાના કેસની કુલ સંખ્યા આવતા અઠવાડિયા સુધીમાં ૧૦ કરોડને પાર થઇ શકે છે. હાલમાં દર અકિલા અઠવાડિયે ૧૦ લાખથી વધુ કેસ નોંધાય છે. બીજી તરફ ઘણા દેશોમાં ઓકિસજન કોન્સનટ્રેટર મશીનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ડબ્લ્યુએચઓના વડાએ કહ્યું કે હાલના સમયમાં આ મશીનની માગ સપ્લાય કરતાં ઘણી વધી ગઇ છે. કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધવાના કારણે દરરોજ ૮૮ હજાર મોટાં ઓકિસજન સિલિન્ડર ખલાસ થઇ રહ્યાં છે. ચેપગ્રસ્ત દદિૃઓને શ્વાસ લેવા માટે ઓકિસજન કોન્સનટ્રેટર મશીન ખૂબ આવશ્યક છે. આગામી થોડા દિવસોમાં ૧ર૦ દેશોમાં ૧૪ હજાર ઓકિસજન કોન્સનટ્રેટર મોકલવાની અમારી યોજના છે. બ્રાઝિલમાં એક જ દિવસમાં ૪ર,૭રપ નવા કેસ બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે આજે સવારે જ ણાવ્યું કે છેલ્લા ર૪ કલાકમાં ૪ર,૭રપ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ૧,૧૮પ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ હવે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧૧,૮૮,૬૩૧ થઇ ગઇ છે. કુલ મૃત્યુ આંક વધીને પ૩,૮૩૦ પર પહોંચી ગયો છે. એક દિવસ અગાઉ બ્રાઝિલમાં ૩૯,૪૩૬ નવા કેસ નોંધાયા હતા અને ૧,૩૭૪ લોકોનાં મોત નીપજયાં હતાં. અને ૧,૩૭૪ લોકોનાં મોત નીપજયું હતાં. કોરોનાના ચેપના મામલે બ્રાઝિલ અમેરિકા બાદ બીજા ક્રમે છે. રશિયાના મોસ્કોમાં અત્યાર સુધીમાં ૩,૬૬૬ લોકોનાં મોત રશિયાની રાજધાની મોસ્કોમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ચેપના કારણે ૧ર લોકોનાં મોત નીપજયાં છે. અહીં મૃત્યુઆંક હવે વધીને ૩,૬૬૬ પર પહોંચી ગયો છે. એક દિવસ પહેલાં જ શહેરમાં ૧૪ લોકોનાં મોત નીપજયાં હતાં. રશિયામાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૬.૦૬ લાખથી વધુ છે. અહીં અત્યાર સુધીમાં કુલ ૮,પ૦૦ લોકોનાં મોત થયાં છે. મોસ્કોમાં હાલમાં ર.૧૬ લાખથી વધુ કેસ સામે આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.