ચાલતી બસની નીચે આવી ગયું બાઇક અને પછી થયું એવું કે, બંને વાહનો બળીને થઈ ગયા ખાખ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજસ્થાનના જયપુરમાં બાઇક સ્લીપ થવાને કારણે બસ બળીને રાખ થઇ ગઇ હતી. આ પ્રથમ વાંચવામાં વિચિત્ર લાગે શકે છે, પરંતુ તે બરાબર થયું છે. જયપુરના માલપુરા ગેટ વિસ્તારમાં ચોરિયા પેટ્રોલ પંપ પાસે સોમવારે મોડી રાત્રે એક બાઇક સ્લીપ થઈને બસની નીચે ઘુસી ગયું હતું. બસ આગળ વધી રહી હતી અને તે નીચે ફસાયેલી બાઇકને ખેંચી રહી હતી, જેમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે બાઇક અને બસને લપેટમાં લીધી હતી.

ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં બંને વાહનો બળીને રાખ થઈ ગયા હતા. અકસ્માત બાદ બાઇક અને બસ ચાલકની ઓળખ થઇ નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંને પોતપોતાના વાહનો છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જોકે, બાઇક સ્લીપ થઇને બસની નીચે આવી જતાં બાઇક ચાલક ક્યાં હતો અને તેનો જીવ કેવી રીતે બચ્યો તે સ્પષ્ટ થયું નથી. અકસ્માતનો ભોગ બનેલી બસ જયપુર અને ફરુખાબાદ વચ્ચે ચાલી રહી હોવાનું કહેવાય છે. અકસ્માત સમયે બસમાં ડ્રાઇવર સહિત 4 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, બધા સમયસર બસમાંથી ઉતરી ગયા હતા અને કોઈને નુકસાન થયું ન હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.