ઠાકરે શિવસેનાને જુનો નાતો ચુંટણી પંચે ફાળવેલા મશાલ પ્રતિક સાથે છે આ પ્રતિક પર ૧૯૮૫માં ભૂજબળ લડેલા ચુંટણી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

શિવસેના ઉધ્ધવ જૂથ અને શિંદે જૂથની અંતિમ લડાઇ ચૂંટણી પ્રતિક અને પક્ષના નામને લઇને હતી જેનો પણ નિર્ણય ચૂંટણીપંચે આપી દીધો છે. શિવસેનાએ મશાલ પ્રતિક મળ્યું છે. જયારે શિંદે જૂથને તલવાર અને ઢાલની પસંદગી કરવાની છે. શિવસેનાની વાત કરીએ તો તેના માટે મશાલ પ્રતિક એ કોઇ નહી વાત નથી કારણ કે ૧૯૮૫માં આનો ઉપયોગ કરીને એક ચુંટણી જીતી હતી.શિવસેનાએ ૧૯૮૫માં છગન ભૂજબળને મુંબઇની મઝગાંવ સીટ બેટ પર ઉભા રાખીને જીત મેળવી હતી. એ સમયે શીવસેના પાસે પોતાનું કોઇ સ્થાઇ ચુંટણી પ્રતિક ન હતું. ભુજબળ ઘણા સમય શિવસેનામાં રહયા પછી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૬૬ થી ૧૯૮૯ સુધી જુદા જુદા ચુંટણી પ્રતિકો સાથે ચુંટણી મેદાનમાં શિવસેનાએ ઉતરવું પડયું હતું. શિવસેનાના ભૂતકાળ પર દ્વષ્ટીપાત કરીએ તો નગર પંચાયત અને વિધાનસભાની ચુંટણીમાં બાલઠાકરે મશાલ પ્રતિક પર લડયા હતા.૧૯૮૮માં ચૂંટણી પંચે દરેક રાજકિય પક્ષની નોંધણી કરવાની શરુ કરી, શિવસેનાને ૧૯૮૯માં રાજય સ્તરની પાર્ટી તરીકે માન્યતા મળી હતી અને ધનુષ તથા બાણ ચુંટણી પ્રતિક મળ્યું હતું. ૧૯૮૯ પછી હવે પ્રથમ વાર ધનુષ-બાણ પ્રતિકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એટલું જ નહી શિવસેનાનું નામ ઉદ્વવ કે શિંદે ગુ્રપ કરી શકશે નહી. ઠાકરે જુથને શિવસેના ઉધ્ધવ બાલાસાહેબ ઠાકરે જયારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જુથને બાલાસાહેબાંચી શિવસેના (બાલાસાહેબની શિવસેના) નામ ફાળવવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.