આતંકીઓના ૨ સહયોગીની ધરપકડ, ૬૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત; ૨ પિસ્તોલ અને ૪ ગ્રેનેડ પણ મળ્યા
જમ્મુ કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં આર્મી અને પોલીસે નાર્કો-ટેરર રેકેટનો ઘટસ્ફોટ કર્યો છે. ૨ લોકોની ધરપકડ કરીને તેમની પાસેથી ૧૩.૫ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની કિંમત ૬૫ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમની પાસેથી ૨ પિસ્તોલ અને ૪ ગ્રેનેડ પણ મળ્યા છે. આ રેકેટ દ્વારા આતંકીઓને હથિયાર સપ્લાઈ અને આર્થિક મદદ પહોંચાડવામાં આવી રહી હતી.
આ પહેલા ૧૧ જૂને હંદવાડા પોલીસે પણ પાકિસ્તાનથી ચાલી રહેલા નાર્કો-ટેરર રેકેટનો ઘટસ્ફોટ કરીને આતંકીઓના ૩ સહયોગીની ધરપકડ કરી હતી. તેમની પાસે ૧૦૦કરોડ રૂપિયાનું હેરોઈન અને ૧.૩૪ કરોડ રૂપિયા કેશ મળ્યા હતા. આ લોકો પાકિસ્તાનથી આતંકી પ્રવૃત્તિ વાળા રેકેટના સંપર્કમાં હતા. આ રેકેટ દ્વારા લશ્કરના આતંકીઓની આર્થિક રીતે મદદ કરવામાં આવતી હતી.