તેલંગાણામાં 72 કલાકથી ભારે વરસાદ પડતાં સ્થિતિ બગડી, ગોદાવરી નદીનું પાણી ઘરોમાં ઘૂસ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

તેલંગાણામાં ગત 72 કલાકથી ભારે વરસાદ પડતાં સ્થિતિ બગડી છે. ચાર જિલ્લામાં તો આ દરમિયાન બે મહિનાના વરસાદનો ક્વોટા પૂરો થઇ ગયો છે. નદીઓનું પાણી રોડ અને ઘરોમાં ફરી વળ્યું છે. ગોદાવરી નદીનું જળસ્તર ત્રીજા ચેતવણી સ્તરને પણ વટાવી ગયું છે. જેના લીધે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભદ્રાદ્રી કોઠાગુડેમ તંત્ર અનુસાર ભદ્રાચલમમાં ગોદાવરી નદીનું જળસ્તર લગભગ 61.2 ફૂટ હતું. જે મંગળવારે 54.4 ફૂટ રહી ગયું. ગોદાવરી નદીનું પાણી મોઢેગાંવ, અશ્વપુરમ ગામ અને ભદ્રાદ્રી કોઠાગુદરી જિલ્લાનાં અન્ય ગામોમાં ફરીવળ્યું છે. સ્થિતિની સમીક્ષા કરવા મંત્રી કે.ટી.રામારાવે અધિકારીઓ સાથે વારંગલની મુલાકાત લીધી હતી.

હવામાન વિભાગ અનુસાર 19 ઓગસ્ટની આજુબાજુ ઉત્તર બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનશે. જેના પછી 20 ઓગસ્ટથી ફરી ભારે વરસાદ શરૂ થઈ શકે છે. વારંગલ સહિત અનેક વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો પ્રયાસ કરી રહી છે. સુરક્ષા માટે હેલિકોપ્ટર પણ તહેનાત કરાયા છે.

હવામાન વિભાગ અનુસાર આ મોનસૂન સિઝનમાં તેલંગાણામાં 38%થી વધુ વરસાદ પડ્યો છે. 1 જૂનથી લઈને અત્યાર સુધી 683.9 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે સિઝનનો સામાન્ય વરસાદ 496.6 મિમી જેટલો છે.

24 કલાકમાં કોંકણ, ગોવા, ગુજરાત અને પૂર્વ મધ્યપ્રદેશના અમુક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. ઉત્તર તેલંગાણા, વિદર્ભ, મધ્યપ્રદેશ, હિમાચલ, તટીય કર્ણાટક અને આસામમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે. દેશભરમાં અત્યાર સુધી સામાન્યથી 4% વધુ વરસાદ થયો છે.

હવામાન એજન્સી સ્કાઈમેટ અનુસાર આ અઠવાડિયે બે લૉ પ્રેશર ઝોન સર્જાશે. જેના લીધે મોનસૂન અનેક રાજ્યોમાં સક્રિય રહેશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 24 કલાકમાં છત્તીસગઢ, તેલંગાણા, બંગાળ, કોંકણ, કર્ણાટક, ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદનું એલર્ટ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.